________________
છે. અમારા ઉપર થયેલી મહેનત નષ્ટ થાય. કલ્યાણ ભાવનાના ઘણા તો નષ્ટ થાય. આ નુકશાન તમે ન જોઈ શક્યા છે, તો બરાબર સમજી લેજે. આજે છપાવવાની જે ધૂન છે. તે ભવિષ્યમાં રહેવી મુશ્કેલ છે. કદાચ ભવિષ્યમાં તમે સારાંશો મેળવી શકશે, પરંતુ મૂળ વસ્તુને આત્મા તે તમને શો યે જડશે નહીં. માટે અમો ભંડારમાં પડ્યા રહેવું વધારે પસંદ કરીએ છીએ. ભવિષ્યમાં કોઈ પાત્ર મળશે તે અમારે ઉપયોગ કરશે. નહીં મળે તો અમે એમને એમ નષ્ટ થઈશું, તેની અમને ચિંતા નથી. પરંતુ ત્યાં સુધી મૌનપણે પણ ત્યાં પડયા પડ્યા તમારો જેટલો પ્રેમ હશે તેટલું તમારું ચોક્કસ કલ્યાણ કરીશું,
છપાવવા વિગેરેથી અમે બહારનથી પડતા, પ્રકાશમાં નથી આવતા, પરંતુ વધારે ખૂણામાં પડીએ છીએ. અને વધારે અંધકારમાં જઈ પડીએ છીએ. ઓલામાંથી ચૂલામાં પડીએ છીએ. પ્રકાશમાં તો બીજું જ આવે છે.
અમને બહાર પાડવાનું એકજ સાધન છે કે–અમને જીવનમાં જીવનારા એકાદ બે હશે, તે પણ અમે જીવતાજ છીએ. જીવનમાંથી અમારું સ્થાન ખસતું જાય અને અમારી નકલોના ઢગ ઢગ થાય, તેને તે અમે અમારે રોગ માનીએ છીએ.
એ માનવ ! ત્રિકાળ કલ્યાણીની આ વાણીના પ્રદર્શન ન હોય, તે કોઈ તમાસાની ચીજ નથી. તેના તે ભક્તિભાવે દર્શનજ હોય.
માટે કેઇના દેરાયા ન દેરાઓ. સ્વતંત્ર બુદ્ધિથી તમારા હિતનો વિચાર કરે. અમારા શિવાય નિઃસ્વાર્થ ભાવે તમારું રક્ષણ કરનાર ત્રણ જગતમાં કોઈ નથી, તે બરાબર સમજો. તમને કદાચ રક્ષણ અને સુખ સગવડ આપવાના વચને મળતા હશે, પરંતુ તે તેના બદલામાં તમારી પાસેથી ઘણું કિંમતિ ઉઠાવી જવાના સ્વાર્થ પૂરતાં જ છે. સ્વાર્થ સર્યું તમે ક્યાં પડ્યા ગંધાઓ છો, તે જેવા પણ કોઈ આવવાનું નથી. અરે તમારા અહિતમાંજ અમારો ઉપયોગ ન કરવામાં આવે તો એટલું તમારું અહો ભાગ્ય સમજજે. અને તેમ થવા છતાં પણ જ્યારે તમે તેમાં તમારું હિત માનો છો, ત્યારે કંપારીજ છુટે છે. તમારા અહિતના શસ્ત્ર બનવા કરતાં નિરુપાયે પણ અમે કીડાને ભેગા થવામાં એટલું દુઃખ નથી માનતા. અમને ભંડારોના ઓરડાના અંધારામાંથી અને કીડાના ભક્ષણથી બચાવવાનીદયા સ્વાથદયા છે. તમે કાચબા અને શિયાળની દયાની વાત ન વાંચી હોય તે વાંચી જેજે.
જે કે અમે અમારા ખરારૂપમાં કદી નાશ પામવાના નથી. પ્રસંગ આવ્યે પાછા ચમકીશું. પરંતુ તમારો અને અમારે આજનો સંબંધ છુટતાં તમારું તે અહિત થશેજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org