________________
અમુક અમુક વર્ગ પ્રાચીન કાળથી એટલે કે ઠેઠ પ્રભુના વખતથી જમાલિથી માંડીને જુદા પડતાજ ગયા છે.
જુદા પડવાનું કારણ -ઉગ્ર આચાર કે નવીન જાગ્રતી નથી હતી, પરંતુ પ્રતિપાદનભેદ હોય છે. એવી એવી અંદર અંદર ઉગ્ર આચાર અને નવીન જાગતીઓ લાવનાર ઘણી વ્યકિતઓ થઈ છે. તેને વધાવી લીધી છે, એટલું જ નહીં પણ એવી જાગૃતી લાવનારાઓને મહાપુરુષો માની સત્કાર્યા, માન્યા અને પૂજ્યા છે. વધુ માત્ર પ્રતિપાદન ભેદને જ છે. “જેમ બને તેમ મૂળ પરંપરા અને મૂળત વિગેરે એમને એમ આગળ લઈ જવા, તેમાં ફેર પડવા ન દે.” પ્રભુના વફાદાર અનુયાયીઓ તરીકેની ફરજ બજાવવામાં તેમની ભક્તિ અને શાસન તરફની સેવા તેઓએ માનેલી હતી.
વળી પણ જો ગમે તેની મરજી પ્રમાણે ફાવે તેમ ફેરફાર કરવા દેવામાં આવે, તે ધર્મનું મૂળ અને ખરું સ્વરૂપ ઘણુંજ વિકૃત થઈ જાય, એ પણ ટ્રસ્ટી તરીકે કેમ થવાદેવાય? તે પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી સંગત કરવા અવકાશ આપવામાં આવ્યો હોય છે. પરંતુ છેવટે ના છુટકે પૃથક્કરણ કરી લેવું પડયું હોય છે તથા પિતાની ભૂલ કબૂલ કરીને મૂળવર્ગ સાથે પાછા મળી ગયાના પણ દાખલાઓ છે. છતાં–સંજાગો અનુસાર પૂર્વના આચાર્યોએ શ્રમણ સંઘની સર્વાનુમતિથી જુદા જુદા ઠરાવો ક્ય છે. જેમાંના ઘણા આજ સુધી અમલમાં છે. તે ઠરા-કરનારા સમર્થ આચાર્યા હતા, શાસનશૈલીને સમજનારા હતા, અકદાહી, નિર્દભ, અશઠ, અને નિરિવાથી હતા, માન સત્કારની લાલચથી પર હતા, તથા તે વખતના માન્ય ગણાતા બીજા સમજુ આગેવાન આચાર્યો અને શાસ્ત્ર
એ જેને વિરોધ કરેલે ન હોય, એવા સર્વસમ્મત ઠર, શાસનને આગળ લંબાવવા સંજોગો અનુસાર કર્યા છે. જેના વખતે
૨૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org