________________
રહેવા બરાબર છે. એ બેમાંથી એકેય ન બનતાં કંટાળીને ઐકય કરનારે વર્ગ દરેકના મિશ્રણરૂપ એક નવો વર્ગ બાંધે છે. પરિણામે ત્રણને બદલે ચોથે ફિરકે ઉભો થાય છે. અર્થાત એક ફાટ વધારે પડે છે. ત્રણને એક કરી શકાતા નથી, પણ ભવિષ્યમાં થશે. એવી કેવળ કલ્પિત લાલચ ઉપર રહી ચે ભેદ પાડી દે છે, જે અનિષ્ટ છે. એવા ઉલટા પ્રયત્નો કરવાને બદલે સંધિના અક્યના પ્રયત્નો સરળ અને પરિણામદાયક રસ્તો છે.
એવી જ રીતે બ્રાહ્મણાદિ-ઇતર કોમે, રાજ્યાદિ-ઈતર સંસ્થાઓ, ભારતીયેતર મુસલમાન-અંગ્રેજ વિગેરે પ્રજાઓ સાથે પણ ઉચિત સંધિના કરારોથી સંધ જોડાય છે. અને એ જ વધારે કાર્યસાધક તથા ઉચિત વ્યવસ્થા છે. ]
સંઘમાં પ્રવેશ-નિવેશની રીત.
જૈન સંઘના સભ્ય તરીકે દાખલ થવાની મુખ્ય પ્રવેશક પરીક્ષા સમ્યગ દર્શન છે. એટલે કે વ્યવહારૂ શબ્દોમાં સમ્યક્ દર્શન એટલે દેવ, ગુરુ અને ધર્મ તરફ વિશ્વાસ, આદર, પ્રેમ, ભક્તિ, તેને વિષેજ અંતિમ આશ્રય તરીકેની માન્યતા, તેનીજ સર્વોપરિતા, તેની તરફજ પુરેપુરી વફાદારી અને કૃતજ્ઞતા, તેની ખાતર સર્વસ્વને ભગ આપવાની મનોવૃત્તિ, તેની જ સત્યતા, તેનીજ વિશ્વશ્રેષ્ઠતાની માન્યતા વિગેરે. એ જાતની મનોવૃત્તિવાળી શાસ્ત્ર નિર્દિષ્ટ વિધિ અને પરીક્ષાના રણમાંથી પસાર થયેલી વ્યક્તિ કે વર્ગ જૈન સંધમાં દાખલ થઈ શકે છે. સભ્ય તરીકે દાખલ થવાની એજ મુખ્ય માનસિક
ગ્યતાની શરત છે. અમુક દરકે પૈસા ભરવાનું તો સરથા નભાવવા ફાળે પડતું આપવાની જરૂરિયાત હોય, તો જ આપવાનું હોય છે. અને ઘણી વખત એવી રીતે ફરજીઆત સંધના ફાળમાં કાંઇ ને કાંઇ કર રૂપે કે સ્વેચ્છાથી જો કે આપવાનું હોય છે, પરંતુ સભ્ય તરીકે દાખલ થવાની મુખ્ય શરત તે નથી. ત્યારે હાલ આ આર્થિક જમાનામાં પ્રવેશ ફી મુખ્ય થઈ પડે છે.
૨૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org