________________
કે તેના સારશો ઉતારી મૂળ ગ્રંથોની જરૂરીઆતો કમી કરવામાં ઘણું અહિત રહેલું છે. માબાપને નગ્ન કરી નચાવવા જેવું અપમાન છે.
[ જે તેઓને માનવ વાચા હોત તે જે કહેત તેને આંતરધ્વનિ એ છે કે “અરે ! માનવો ! બીજાની વાત જવા દે, પરંતુ તમે અમારા અનુભવ થઇને અમારું અપમાન કાં કરે ? અમને અમારો તો કશો સ્વાર્થ નથી. કારણ કે અમારી ઉત્પત્તિ જ નિઃસ્વાર્થ ભાવના અને સામગ્રીમાંથી ઉત્પન્ન થઈ છે. પરંતુ તમારા હિતનો વિચાર તે કરો. અમે બોલીશું નહીં પણ બોળી મારીશું, એ ધ્યાનમાં રાખો. આ વહેમ કે જ્ય લગાડવાની ભાષા ન સમજશે. અમારા પરના વિશ્વાસથી ઘડાયેલા તમારા જીવન રસાતાળ જશે. તમારી જે કાંઈ રડી ખડી પણ અસ્મિતા છે, તે અમારે લીધે છે, તે ખાત્રીથી માન. જ્યારથી અમારું અપમાન કરતા શીખ્યા છો, ત્યારથી તમારી આર્થિક સ્થિતિ જુઓ, તમારી નીતિ જુઓ, તમારા શરીર તપાસે, તમારું સામર્થ્ય અને લાગવગ તપાસો, દિવસે દિવસે વધતી જતી તમારી નિરાધાર દશાને વિચાર કરે, ગતનો વિચાર કરીને ભાવિકાળ માટે ચેતે, હજુ એમને એમ ચાલુ રાખશો, તે તમારી શી દશા થશે? તેની કલ્પના કરે. જે તમને ભાવિ જ્ઞાન હેત તો તે સમજીને તમારા હૃદય ધડકી ઉઠત. રડી રડીને આંખો સુઝી આવત. તમારી આજની દશા અમારા અપમાનનું પરિણામ છે, તે યાદ રાખજો.
તમારાથી અમારો વાસ્તવિક ઉપયોગ ન થઈ શકે તે એમને એમ પડ્યા રહેવા દો. તેમાં એટલું નુકશાન નથી. ભાવિકાળમાં કોઈ અમારે સદુપયોગ કરશે. તમે તો અમારો નાશ કરવા બેઠા છો. છપાવવા વિગેરેથી અમારો ઉદ્ધાર નથી, વિશેષ પતન છે.
આજે છપાઈ ગયેલા ગ્રંથનું આયુષ્ય વિશેષ નથી. હાલના જમાના પુરતે અમારે ઉપયોગ થઈ ગયા પછી તે તે અમને સંભાળવાના પણ નથી. સ્થાયિકાળ માટે ટકી શકાય તેવી લખવા લખાવવાની પ્રણલિકા બંધ પડી છે. તે લખી કે વાંચી શકવાની શક્તિ નાબૂદ થતી જાય છે. લાઈબ્રેરીઓમાં છપાએલી પ્રતાનું આયુષ્ય વિશેષ નથી. તે તમે જાણે છે, ત્યારે ભવિષ્યના કેઈ સારા સંજોગોમાં પાત્રને હાથે ચડવાનું અમારા કે તેના નશીબમાં રહે જ નહી. કદાચ મૂળ વસ્તુઓ ફરીથી છપાય, પરંતુ જેટલા વિસ્તારમાં અને વિવેચનાત્મક રીતે અત્યારે ગ્રંથ સંગ્રહ મેજુદ છે, તેટલે તો ફરી છપાય જ નહીં. પરિણામે અમારી કાયા સંકેચાય એ સ્વાભાવિક
૨૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org