________________
રણ ઉપર છાયા પાડીને તેઓને મદદ કરી છે. જ્યાં સુધી એ બંધારણને મક્કમપણે જેને વળગી રહેશે, ત્યાં સુધી તેઓના જૈનપણાને ક્ષતિ લાગવાની નથી. એ બંધારણથી જેટલી મ્યુતિ થઈ છે, તેટલી સંધને હાનિ થઈ છે. તે આગળ પર જોઈ શકીશું.
શ્રી જૈન સંધની સંસ્થા ખુદ તીર્થકર ભગવાન મહાવીર પ્રભુએ રથાપી છે. તેના બંધારણનું બીજ અને પ્રથમ હેદારે પણ તેમણેજ નિયુક્ત કર્યા છે.
[ હાલના પાર્લામેન્ટરી સિસ્ટમના બંધારણ અને આ સંધના બંધારણના તમાં ઘણે ફેર છે. તે બન્નેની તુલના કરી જેમાં સંધના પ્રાચીન બંધારણના તત્ત, સચેટ, સંગીન, અને કુદરતી તથા સત્યના પાયા ઉપર બંધાયેલા જણાય છે, તેમજ નિઃસ્વાર્થભાવે સર્વના કલ્યાણ કરનારા જણાય છે. ત્યારે હાલને બંધારણના તો હજુ અવ્યવસ્થિત અને અધુરાં છે. હજુ શોધાયે જાય છે, અનેક ફેરફાર થયે જાય છે. છતાં એ ડેમોક્રસીની પોલીસી જગતમાં જેમ જેમ ફેલાતી જાય છે તેમ તેમ જગતની ગેરી પ્રજાને આગળ વધાર્યો જાય છે, અને બીજી પ્રજાઓ પાછળ પડેયે જાય છે. તેના પ્રચારકે “જગતને લાભદાયી પદ્ધતિ છે,” એમ ખુલ્લા શબ્દોમાં કહી તેની હિમાયત કરે છે, અને ઉછરતી પ્રજાને તેની ભવ્યતા સમજાવી તે તરફ લલચાવે છે. તેના તાત્કાલીન લાભો તથા અનુકૂળ સગવડે પણ બતાવી આપે છે. છતાં તે પદ્ધતિ ભારતીય આર્યપ્રજા અને તેની સંસ્કૃતિ તથા ધર્મોને માટે ધક્કો મારનાર છે, કેમકે ભારતમાં સર્વાનમતિ–એકમયની પદ્ધતિના તો ઉપર બંધારણની રચના છે. આ બન્ને હરીફ છે. જેમ જેમ ડેમોક્રસી પ્રચારમાં આવતી જાય, તેમ તેમ અહીંના બંધારણે પાછળ પડતા જાય તેમ તેમ તેની સાથે સંબંધ ધરાવતા ધર્મો. સંસ્કાર, સમાજ અને છેવટ વ્યક્તિઓને ધક્કો પહોંચી જાય. તેમજ વળી આર્થિક સ્થિતિ શારીરિક સ્થિતિ પણ નબળી પડતી જાય; ભારતીય આર્ય પ્રજાજનોને ક્ષતિકર બીજા ઘણું તો દેશમાં ફેલાઈ ચૂકયાં છે, તેમાં આ બંધારણ પણ અગત્યનો ભાગ ભજવે છે, છતાં દીધું અને સૂક્ષ્મ વિચાર વિના તે સમજાય તેમ નથી. ડેમોક્રસી બહુ મત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org