________________
ઘટતી જ દંડની રકમ આવી જાય. કોઈ વધારે મૂકે, કાઈ ઓછી મૂકે, ભાગાકારમાં ઘટતું જ આવી જાય. અમુક ગુન્હા માટે અમુક જ રકમ નિયત કરી કાયદામાં લખ્યા પ્રમાણે દરેક વખતે બંધ બેસતી થાય જ નહીં. તે રહેજે સમજી શકાય તેમ છે. •
આગેવાનો રીતસર પ્રતિનિધિત્વ દ્વારા ચુંટાઈને સ્થાયિ નક્કી થયા હોય છે. મતદારને મતાધિકારને વારસે મળે છે, તેમ આગેવાની પણ વારસામાં ઉતરે છે. મતાધિકાર, પ્રતિનિધિત્વ અને આગેવાની પણ વારસાની મિલ્કત તરીકે ગણાઈ વારસા પ્રમાણે ઉતારી વહેંચાય પણ છે.
સંધની સત્તા સર્વોપરિ માનવામાં આવે છે. સંધ સત્તા અને તેની પવિત્રતાને માન અને સત્કાર આપવામાં આવે છે. કોઈપણ ધાર્મિક કાર્ય શ્રી સકળ ચતુર્વિધ સંધની સંમ્પતિ વિના થઈ શકે નહીં. સ્થાનિક સંઘની સત્તા અને સકળ સંઘની સત્તામાં ફરક હોય છે. સ્થાનિક સંધ સકળ સંઘના ઠરાવથી વિરુદ્ધ જાય, તે ઠરાવ ન કરી શકે. સ્થાનિક સંધના તાબામાં જે જે ધાર્મિક મિલ્કતો હોય, તેની સર્વ જવાબદારી તેની જ હોય છે. તેને સંભાળી શકે, તે તેની બાજુને કે સકળ સંઘ સંભાળે. રથાનિક સંઘની મર્યાદામાં આવેલા આચાર્ય, ઉપાધ્યાય, મુનિ, સાધ્વી વિગેરેની પ્રતિષ્ઠા અને જાન માલની રક્ષા, જરૂરીઆત પૂરી પાડવી, તેમના ઉત્તમ કાર્યોને 2 આપો, ઉજવળતા આપવી. વિગેરે જવાબદારી સ્થાનિક સંઘની છે. આચાર્ય, ઉપાધ્યાય વિગેરે પ્રતિષ્ઠિત અને માન્ય મુનિની હાજરીમાં સ્થાનિક સંઘની પણ સકળ સંઘાબાધક સર્વોપરિ સત્તા તેની જ હોય છે. વ્યાખ્યાન પ્રસંગ સંધની જાહેર સભા ગણી શકાય છે. - પ્રાચીન અને અર્વાચીન બંધારણમાં અનેક જાતના સિદ્ધાંત ભેદે છે. તે બધા અહીં જણાવી શકાય નહીં. છતાં આજે નવા
રહ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org