________________
પ્રજામાં આગળ ગણાય, અને રાજ્યના કાયદાને પ્રજામાં અમલમાં લાવવાના સાધન તરીકે હોવાથી રાજ્ય તરફથી યે પણ પ્રતિષ્ઠા અપાય, તેમજ તેઓને સંપત્તિથી સંતોષાવાને પણ કેઈ આડે આવે નહીં. કટકિટિને વખતે એ વર્ગ પ્રજાને સલાહકાર, પક્ષકાર ગણાય, છતાં અણીને વખતે નવા કાયદા પ્રમાણે તેને દોરવી જઈ સમાધાન ઉપર લાવી દે. જુના કાયદાઓનો ફાયદે પ્રજાજન ગુમાવે. ને એમને એમ તેની પરંપરા ચાલે.
આવી છિન્નભિન્નતા ચાલી રહેલી જોવામાં આવે છે.
આ કરતાં બેમાંથી એક હેય તે સારું, એમ પ્રથમ દર્શને લાગશે. પરંતુ તેમ કરવામાં નવા ધોરણાને રસ્તે ચડી ગયા પછી ત્યાંથી ધકકો મારવામાં નહીં આવે, તેની શી ખાત્રી ?
હવે તે સકળ સંઘના મૂળ બંધારણમાં પણ એ તત્ત્વ દાખલ થવાના ચિન્હ દેખાય છે. ]
હાલની સંસ્થાઓમાં પ્રમુખ બદલાય છે. અથવા કેટલીક કાયમી સંથાઓમાં પ્રમુખ અમુક વખત કાયમ રહે છે. પરંતુ પ્રાચીન સંસ્થાઓમાં પ્રમુખપણું વારસાથી ઉતરે છે. તેમજ વિદ્યા સંબંધવાળી સંસ્થાઓમાં શિષ્યાદિકને વારસે પ્રમુખપણું ઉતરે છે. તે ઘણું જ સચોટ ધેરણ છે, સજજડ જવાબદારી વાળું તત્ત્વ છે. અને તે એકહથું નથી. આધુનિક પ્રમુખને માથે તેટલી મુશ્કેલી નથી હોતી.
તેથી સત્તાનું કેન્દ્ર કાયમને માટે પ્રજા સામે એકજ રહે છે, ઈંગ્લોડમાં પણ હજુ કેન્દ્ર તરીકે શહેનશાહની સંસ્થા છે. પ્રાચીન કાળમાં રાજ્ય સંસ્થાના કેન્દ્ર તરીકે ઈક્વાકુ વંશ હતો. આજે પણ ધર્મગુરુઓની ગાદીઓનો એ અર્થ છે. દરેક ધર્મ સંસ્થાઓમાં એ પ્રમાણે છે. ખ્રીસ્તીઓમાં, સ્વામીનારાયણના આચાર્ય વિગેરેમાં પણ એવું જ છે. મત ભેદો અને નામાન્તરે
ભગવાન મહાવીર પ્રભુના સમયમાં શ્રી જૈન સંઘનું નામ નિગ્રંથ સંઘ હતું. ત્યાર પછી મુખ્ય મુખ્ય આચાર્યના પ્રભાવક અને પ્રસિદ્ધ પ્રસિદ્ધ શિષ્યના નામ અને કાર્યો વિગેરેથી અનેક
ર૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org