________________
જુદી જુદી શાખાઓ, તથા જુદા જુદા રથળેના નામ પરથી જુદા જુદા કુળે પ્રસિદ્ધ થયા છે. છતાં મુખ્ય પ્રવાહ એમને એમ આગળને આગળ વધ્યો છે.
તેજ પ્રવાહ આગળ જતાં કટિક, વનવાસ, ચંદ્ર, વડ–વટવૃદ્ધ-બૃહદ્ અને તપા એ બીજા પાંચ ખાસ નામ જુદે જુદે વખતે ધારણ કરે છે.
આપણામાંના કેટલાકને ખ્યાલ એ હતું કે-હાલના જુદા જુદા દરેક ગો પરસ્પર વિરોધને કારણે તદ્દન જુદા પડેલા વર્ગો છે, મૂળ પ્રવાહનું ઝરણું તદ્દન બંધ જ થઈ ગયું છે, પરંતુ ઐતિહાસિક સંશોધનની મદદથી મૂળ ઝરણું પણ ચાલુ હોવાનું જાણું શકાય છે. તેમાં નાના મોટા વળાક અને કાટખણ જોવામાં આવશે, છતાં પ્રવાહ ચાલતો રહ્યો છે. જો કે શ્વેતામ્બર,વેતપટ, સિતામ્બર તથા સંવેગી, દહેરાવાસી, મૂર્તિપૂજક વિગેરે નામે પાછળના છે, એટલે કે-દિગમ્બર કે દિપટ શબ્દને પ્રતિધ્વનિ વેતામ્બર કે વેતપટ વિગેરે શબ્દોમાં જણાય છે. તેથી દિગમ્બર શબ્દની ઉત્પત્તિ પછી જ વેતામ્બર શબ્દ અરિતત્વમાં આવ્યું જણાય છે. સારાંશ કે-દિગમ્બરને સ્પષ્ટ વર્ગ ઉત્પન્ન થયા પછી જ મૂળ વગે તેનાથી પિતાને જાદ ઓળખાવવા કેતામ્બર નામ ધારણ કર્યું છે. તેમાંના અાર શબ્દને પડઘે આ જાતના અનુમાન તરફ આપણને દોરી જાય છે.
તેવી જ રીતે ખરતર એટલે ક્રિયામાં આકરા, એ શબ્દને પ્રતિધ્વનિ તપા શબ્દમાં પાછળથી પડે. યતિ શબ્દનો પ્રતિધ્વનિ સંગી શબ્દમાં સંભળાય છે, છતાં સંવેગીઓ મૂળ સંરથાથી છુટા પડેલા નહેતા, સંસ્થા તે એકજ રહી છે. એટલે એ નામ મૂળ વર્ગના એક ભાગનું જ છે. રસ્થાનકવાસી અને મૂર્તિવિધિના પડઘાઓ દહેરાવાસી અને મૂર્તિ પૂજક શબ્દમાં સંભળાય છે. અર્થાત મૂળ
૨૭૩
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org