________________
જણાઈ આવે છે. એ શ્રતના અભ્યાસીઓ તરફ પણ ઘણાજ આદર રાખવામાં આવે છે, તેમને જોઈતી સગવડ પૂરી પાડવામાં આવે છે.
આજે જગતમાં જ્ઞાન વધે છે, એમ આપણને લાગે છે, પરંતુ વાસ્તવિક રીતે અજ્ઞાનજ વધે છે. અજાણ પરિસ્થિ, બ્રાન્તજ્ઞાન, સાચું જ્ઞાન છતાં ઉન્માર્ગ ગામી જ્ઞાન, સાચું છતાં સન્માર્ગ ગામી જ્ઞાન અને સમ્યગજ્ઞાન. આવા અનેક ભેદે પડી શકે છે. રસ્તામાં પડેલા કાંટાને ખ્યાલ ન હોવાને અજાણ પરિસ્થિતિ કરીશું. કાંટાને સાધારણ સળી ધારી લેવી, એ બ્રાન્તજ્ઞાન, કાંટે જાણવા છતાં તેને પર પગ મૂકી ચાલવું, અથવા વધારે કાંટા તરફ ચાલવું, તે ઉન્માર્ગ ગામી જ્ઞાન, કાંટે જાણીને તેનાથી બચવા સીધા રસ્તા તરફ ચાલવું, તે સન્માર્ગ ગામી જ્ઞાન. સીધા સીધા સન્માર્ગ તરફ ચાલવું, રતામાં કાંટે આવવા જ ન દે, તે પહેલેથીજ દીર્ધ ખ્યાલ રાખવો, અથવા રસ્તામાં આવતા કાંટા એવી રીતે દૂર કરવા કે જેથી કરીને ભવિષ્યમાં પણ નડવા ન પામે. તેને સમ્ય જ્ઞાન કહીશું. આમાં ખરી રીતે સન્માર્ગ ગામી જ્ઞાન છે સમ્યગ જ્ઞાનને જ જૈને વજન આપે છે. બાકીનાને અજ્ઞાન કહે છે. તે હિસાબે આજે અપાતું જ્ઞાન અજ્ઞાન છે. તેથી તેને જૈને વજન ન આપે એ રવાભાવિક છે.
સમ્યગજ્ઞાન જગતમાં થોડું પણ હોય તો કલ્યાણ થાય. તેથી બિલકુલ નુકશાનને સંભવ નથી. સમ્યગજ્ઞાન લેનારી વ્યક્તિઓને જગમાં બહુજ જુજ હેઈ શકે, એટલે બાકીનાઓ સમ્યગજ્ઞાન તરફ આદર રાખનારા છે. તે બતાવવાને સમ્યગજ્ઞાન, સમ્યગજ્ઞાની અને સમ્યગજ્ઞાનના સાધન તરફતેઓ પરમ આદર બતાવે છે. તેમાં પિતાની શક્તિ સામર્થ્ય અને ધન સંપત્તિને વ્યય સાર્થક માને છે.
આ વાસ્તવિક પરિસ્થિતિ છતાં – આજે અજ્ઞાનને જ્ઞાન માનવામાં આવે છે. ઉન્માગી, પરંપરાએ મહા મહા હિંસાનુબંધી, જ્ઞાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org