________________
રહે, તે પ્રયત્ન કરતા આવ્યા છે, ખરેખર ! જગત તે મહાનુભાવનું સદાને માટે ઋણિ રહેશે. તેઓના શાંત, ગંભીર, સચોટ, અને અસાધારણ પુરુષાર્થની જેટલી કદર કરવામાં આવે, તેટલી ઓછી છે.
ભગવાન મહાવીર પ્રભુ પછીના લગભગ પચ્ચીસ વર્ષ દરમ્યાન દેશને અને આર્ય પ્રજાને ઘણાજ કટેકટીના પ્રસંગોમાંથી પસાર થવું પડયું છે. દુષ્કાળો, પર ચો, પરદેશી પ્રજાઓના હુમલા, અને આગમન, આંતર કલહ, અને કુદરતી આફત્તે વિગેરે અનેક વિકટ સંજોગે આવી પડેલા હતા, છતાં તેને બચાવ કરનારા પુરૂષો મળી આવ્યા હતા, અને આજે જે કાંઇ છે, તે કેવળ તે મુનિ સંસ્થાને જ આભારી છે. યદ્યપિ કેઈ વખત એવો પણ હશે કે માત્ર નામ માત્રની જ વ્યકિતઓ હશે, છતાં તે સંસ્થામાંથી વખતે વખત એવી વ્યક્તિએ પાયેજ ગઈ છે કે જેઓએ કાંઇક વિશિષ્ટ કામ કરી બતાવ્યું છે.
જેથી ભગવાનની પછી–લગભગ ૧૫૦ વર્ષ પછી દુષ્કાળને લીધે છિન્નભિન્ન થયેલ દ્વાદશાંગીના અગ્યાર અંગે પાટલી પુત્રમાં શ્રમણસંઘે સંકલિત કર્યા, અને બારમું અંગ શ્રી ભદ્રબાહ સ્વામીએ વારસામાં આપ્યું.
લગભગ ૫૦૦-૬૦૦ વર્ષ દરમ્યાન શ્રી આર્યરક્ષતજીએ ચાર અનુગો જુદા કરી આપ્યા અને યાવતાર બહુ દૂર સુધી ન કરવા ભલામણ કરી.
લગભગ ૮૦૦ વર્ષ પછી મથુરામાં શ્રી સ્કંદિલાચાર્યની, અને વલ્લભીમાં શ્રીનાગાનાચાર્યની આગેવાની નીચે ફરીથી આગમવાચનાઓ કરી, જેને જેટલું યાદ હતું, તે સંગ્રહિત કરી લેવામાં આવ્યું.
લગભગ ૯૮ વર્ષે વલ્લભીમાં જ શ્રીદેવદ્વિગણિ ક્ષમા
૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org