________________
સમ્યગજ્ઞાન માનનારા અને સમ્યગજ્ઞાનને બ્રમણામૂલક જ્ઞાન માનનારાયે પડ્યા છે. એ પણ સંજોગોની જ બલિહારી છે.
એ શ્રત રથને ભંડારોમાં બહુજ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે, જીવના જોખમે તેને યથાશક્ય બચાવ કરવામાં આવ્યું છે. છતાં હાલમાં છપાવીને તેની પવિત્રતા અને પ્રતિષ્ઠાને વ્યર્થ ઘણેજ ધકકે પહોંચાડવામાં આવે છે. તેના ઉપદેશની સચોટતાને ઢીલી કરવામાં આવી છે. તેમના તરફના આદરમાં શૈથિલ્ય આવ્યું છે. એટલું જ નહીં, પરંતુ એ પવિત્રમાં પવિત્ર પુરુષની પવિત્રમાં પવિત્ર વાણીનું અસાધારણ અપમાન થઈ રહ્યું છે. એ પવિત્ર વાણીને પ્રવાહ આજ સુધી અનેક રીતે આર્યોનું રક્ષણ કરતો આવે છે. આજે તેનું આમ અપમાન કરવાથી તેનું જે થવું હશે, તે થશે. પરંતુ તેની સાથે સંકળાયેલા જીવન સર્વસ્વવાળા ભારતીય આર્યોનું શું થશે? તેની જ મુખ્ય ચિંતા છે. ખરી રીતે, આમ અપમાન કરવાને બદલે એમને એમ ભંડારમાં જ તેમને રહેવા દીધા હતા તે આટલું નુકશાન ન થતે. 1 [ યુરોપના પિતાની ઉન્નતિ માટે જાગ્રત થયેલા આધુનિક સંસ્કૃતિ પોષક વર્ગને સરળતાથી દુનિયાના વિષે જાણવામાં આવે, ને તેને પિતાની દૃષ્ટિથી ઘટતે ઉપયોગ કરી શકાય માટે છાપવાની પ્રણાલીકા અને તેના અનેક સાધને પણ ઉભા કર્યા છે. એટલું જ નહીં, પરંતુ જ્યાં જ્યાં પ્રાચીન ગ્રંથે હોય, તેને સંગ્રહ પણ કરાય છે, તથા એ પ્રાચીન સંગ્રહને જાહેરમાં મૂકવાનું વાતાવરણ ઉભું કરીને જાહેર મિલ્કત મનાવવાના પણ પ્રયત્નો જોવામાં આવે છે. તેથી આગળ વધીને કાઈ પિતાને ગ્રંથ સંગ્રહ જેવા ન આપે, તો સત્તાને ઉપયોગ કરી, દુર્પણ કરવાનું અને સડાવી દેવાનું દૂષણ મૂકીને, સદુપયેગ તથા સુરક્ષિત રાખવાના બાના નીચે–તેને કબજે લે તેવો પ્રસંગ આવી પડે તે તેની પણ ના ન કહી શકાય. તે વખતે આપણે જ એક વર્ગ તેમાં સહકાર આપે, તેવું પણ કદાચ બની જાય. તેવા પ્રયત્નોથી બહાર પડેલા સાહિત્ય ઉપરથી એકીકરણ રૂપ ગ્રંથો લખીને પણ જેમ બને તેમ તેના તરફની
૨૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org