________________
નહીં. પરંતુ બધું સવિવેક, પરિણામ દષ્ટિથી, પદ્ધતિસર, અને ઉંચા ઉદ્દેશ તથા ભાવનાથી થવું જોઈએ. નિઃસ્વાર્થ ભાવે, કલ્યાણભાવે, અને સાચી સેવા વૃત્તિમાં રંગાઈને થવું જોઈએ, કે જે પ્રયત્ન પરિણમદર્શક બની શકે. માટે તમે કહે છે, તેવી સ્થિતિ કેવળ ધર્મસંસ્થાઓની નથીજ.
- તમે કહેશે કે-“હવે તેની આવશ્યક્તા નથી, એટલે કે ધર્મગુરુઓથી સાધ્ય પરિણામે બીજી રીતે મેળવી લેઇશું.”
તેને અર્થ એ થયો કે ધર્મગુરુઓથી સાધ્ય તત્ત્વોની આવશ્યકતા છે. માત્ર તે પૂરા પાડનાર ધર્મ ગુરુઓની જરૂર નથી. તે એ તો કયાંથી મેળવશે ? જ્યાંથી મેળવશે, ત્યાં ગુલામગિરિનું ખત તો લખી આપવું જ પડશે. તે ખત આના કરતાં સારું હશે, તેની તમારી પાસે કઈ ખાત્રી છે? જે એવી ખાત્રી નથી, તો જે છે, તેમાં જ સંતોષ માને, ગુરુ બનવા માટે તલસી રહેલા પોતાને માર્ગ મોકળો કરવા માટે તમને આમ ઉશ્કેરે છે, એમ કેમ ન કહી શકાય ?
ભૂતકાળમાં એ સંસ્થાઓમાં રત્નો પાક્યા છે, અને ભવિષ્યમાં નહીં પાકે તેનો શે પુરાવા છે ? માટે ભવિષ્યની પ્રજાના કલ્યાણના ઉદ્દેશથી પણ એ સંસ્થાઓનો વારસો જેમ તેમ આગળ લંબાવજ જોઈએ અને તેથીજ તેનું રક્ષણ કરવું જોઈએ, તેના બળમાં ઉમેરે કરવો જોઈએ, તેમાં સુતત્વેને સંભાર ભરે જોઇએ, અને તેમાં ઉત્તમ ભોગોનું ખાતર પૂરવું જોઈએ. જેથી કરીને એ ફળદ્રુપ સુભૂમિમાં ભવિષ્યને વધારે ચમકવાળા રને પાકી શકે. ]
જૈન ધર્માચરણ. જૈનધર્મના ધર્માચારની ફૂલ ગુંથણી ઘણી જ વિચિત્ર છે. તે એટલી બધી અટપટી, ન સમજી શકાય તેવી રીતે દૂરદૂરના સંબંધોથી ચિત્રવિચિત્ર રીતે ગુંથાયેલી છે, છતાં તે અવિમિશ્રિત અને ગણ–પ્રધાન ભાવથી વ્યવસ્થિત છે. તેને ઉકેલ કરે એટલે, એક ગાઢ જંગલમાંના અનેક જાતના વૃક્ષો, છોડવાઓ, અને વેલાઓ તથા તેઓના ફળે, પાંદડાં, ડાળા, રંગ વિગેરેના જુદા જુદા અનેક
૨૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org