________________
સંસ્કૃતિની જેમ બધી પોલીસીઓ બદલાઈ છે, તેમ આજે એ સંસાઈટી પણ પોતાની કાર્ય પ્રણાલી બદલે એ સ્વાભાવિક છે. આજ સુધીમાં ભારતીય બૌદ્ધ સાહિત્યને ઘણો ખરો અભ્યાસ થઈ ગયો છે. એટલે તેમના સત્યને આગળ કરીને ઉપદેશ પ્રણાલી ચાલે એ ઘણે અંશે બનવા જોગ છે, કેમકે–તે મહાશય કહે છે કે-“મને બુદ્ધ ભગવાનના દર્શન થયા છે.”
બધા ધર્મોમાંથી સત્ય જાણવાને ઉદ્દેશ હવે પલટાયો છે. તેને બદલે-“દુન્યવી સંસ્થાઓ ભલે રહે, પરંતુ એકે એક ધાર્મિક સંસ્થામાંથી સાધકેાએ નીકળી જવું જોઈએ. એ સંસ્થાઓની જરૂર નથી આત્મવિકાસમાં તે ખાસ ઉપયોગી નથી.”
તેને પ્રમાણ તરીકે તે વખતની પોલીસી પૂરત રચવામાં આવેલે તારક સંઘ પણ એક મેલાવડે કરી બંધ કરી દીધો છે.
પરંતુ જ્યાં સુધી આખી થીઓસોફીસ્ટની સેસાઈટી બંધ ન થાય, ત્યાં સુધી આપણને એ વાતમાં વિશ્વાસ બેસે તેમ નથી. કારણ કે તારકસંઘ હવે ચાલી શકે તેમ હતું જ નહી. અને તેને બદલે બીજી કોઈ વધારે ખૂબી વાળી લેજના ભવિષ્યમાં અમલમાં નહીં આવે, તેની શી ખાત્રી છે? - હવે તે તેઓ ત્યાં સુધી કહે છે-“મંદિરે અને ધર્મ ગુરુઓની સંસ્થાઓનો નાશ કરવો જોઈએ. એકંદર આખી આધ્યાત્મિક દરવણજ બંધ કરી દેવી જોઈએ.”
વધુમાં કહે છે કે “જેને આત્મકલ્યાણ કરવું હોય, તેણે કોઈ પણ એવું બંધન તેડીને બહાર જ નીકળી આવવું જોઈએ.”
આ રીતે બંધન તેડીને નીકળેલો એક વર્ગ વધવા માંડે, પછી તેના વ્યવસ્થિત વહીવટ માટે ભવિષ્યમાં કઈ પણ નામ આપીને સંસ્થા ગોઠવી લેતાં કોણ રોકી શકશે ? કારણ કે કઈ પણ વિચાર કે ભાવના સંસ્થા વિના અસ્તિત્વમાં, પ્રચારમાં કુદરતી રીતે જ આવી શકે નહી. તેને કોઈને કોઈ રૂપમાં બંધારણ, અને સંસ્થા વિગેરે જોઈએ જ. આપોઆપ બંધારણ અને સંસ્થા એ વર્ગ માગશે. ત્યારે આપોઆપ સંસ્થા થશે જ. આજે એવી સંસ્થા સ્થાપવાની વાતોથી શું? આજે તે સંસ્થા જ ન જોઈએ, એમ કહેવાથી જુની સંસ્થાઓમાંથી વર્ગ ખેંચાય એટલું જ બસ છે, અને તે જ કર્તવ્ય છે. ભવિષ્યમાં થઈ પડશે. તારકસંઘ પણ ઘણું પ્રચાર પછી અસ્તિત્વમાં આવ્યો હતો.
-
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org