________________
રીતને સ્પર્શ કરવામાં કેમ જાણે તેને આભડછેટ લાગતી હોય, એક શોખીન, ચતુર, કલાબાજ માણસ જેમ છુટથી સારી સારી વસ્તુઓ મોકળે મને, ઉદારહાથે, હસતે ચહેરે એકઠી કર્યું જાય, તેમ વિશ્વ સત્ય વીણીવીણીને ઉત્કૃષ્ટ કળાથી ગુંચે ગયેલી જણાય છે. પરંતુ આ સમજવાને તદ્દ એગ્ય આંતર દૃષ્ટિ જોઈએ.
બારમું અંગ દૃષ્ટિવાદતો હાલ તદ્દન વિશેદજ પામેલું છે. છતાં તેમાં શા શા વિષયે હતા? તેના લિસ્ટ મળે છે, એટલું જ નહીં, પરંતુ તેમાંથી ઉદ્દત કરેલા કેટલાક ગ્રંથો મળે છે. તથા તેમાંની કોઈ કઈ ગાથાઓ પણ મળે છે. વળી તે થે અમુક પૂર્વમાંથી કે
અમુક ભાગમાંથી અમે ઉદ્ધત કરેલ છે” એવી ઉદ્ધાર કરનારાઓની કબૂલાત પણ મળે છે. કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, સંતતિકા, નિશીથ–પ્રકલ્પાધ્યયન, દશાશ્રુત સ્કંધ, બીજા ઉપાંગે, તેજ ગણધરએ આગામમાં પ્રવિષ્ટ કરેલું કૉમિત! સૂત્ર ખુદ્દ મહાવીર પ્રભુએજ ઉચ્ચારેલું, તથા આવશ્યક નિર્યુક્તિ, વિગેરેમાં આવતી જુદી જુદી ગાથાઓ, વિગેરે તેના પુરાવા છે. આધુનિક સંશોધકે પણ એ વાત કબૂલ રાખે છે.
હાલ મળી આવતા ૧૧ અંગે મુખ્ય તે શ્રી સૂધર્માસ્વામીની રચના છે. પરંતુ કાળક્રમે તેમાં ઘણા ફેરફારો થયા છે. એટલે કેકેટલોક ભાગ સંક્ષેપમાં કરવામાં આવે છે. કેટલાક ભાગો બીજે વિસ્તારથી આવતા હોય, તે તે ત્યાંથી જોઈ લેવાની ભલામણ છે. આચારાંગ સૂત્રના મહાપરિજ્ઞા અધ્યયન વિગેરેની જેમ કઈ કઈ ભાગ લુપ્તપ્રાય છે. તથા પ્રાચીનકાળમાં મુખ પાઠની પ્રણાલીને હિસાબે કાળની ભયંકર અસરેને પરિણામે કેટલાક પાઠાંતરો પણ ઉત્પન્ન થયા છે. તે પણ–“ વ્યંજન, અર્થ, અને તદુભયમાં જરા પણ ફેર પડવા દેવાથી અતિચાર લાગે છે. એવી જ્ઞાનાચારની
૨૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org