________________
શકાય છે. જ્ઞાનનું ફળ વિરતિ એ જૈન પરિભાષા પણ આ વિચાર-સરણિ અનુસારે જણાય છે. સમ્યગદર્શન અને સમ્યગૂજ્ઞાન સમ્મચારિત્રના અંશે છતાં પૃથક્કકરણની દૃષ્ટિથી તેને જુદા પાડી બતાવવાનું પણ એજ કારણ છે, કે—ઉત્તમ જીવન અને સદ્દવર્તન છતાં જો સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન ન હોય, તે તે ચારિત્ર સમ્યગુચારિત્ર ગણી શકાતું નથી. તે અજ્ઞાન કષ્ટ ગણાય છે, એવી જ રીતે જ્ઞાનાભ્યાસ અને ચારિત્ર પાલન બનેય હાય, પરંતુ સમ્યગદર્શન ન હોય, તે તે બન્ને મિથ્યાજ્ઞાન અને કાય-કચ્છ ગણાય છે. ]
આ ઉપરથી પ્રભુ મહાવીર દેવે અમુક એક જ પ્રકારની આચાર પ્રક્રિયા બતાવી છે, એમ સમજવાનું નથી. એક એક છે, ને સાથે સાથે બીજું ઘણું છે. તેમ કરીને, લાદી પાથરનાર કારીગર લાદીના અનેક આકારના ટુકડા ઉપરથી નાના નાના જુદા જુદા આકારે બનાવે છે, ને તે આકારે બીજા મોટા આકારોમાં કારણભૂત થાય છે. તે બધા આકાર એવી ખુબીથી ગઠવ્યા હોય છે કે–એક રીતે જોઈએ, તે તે ગોઠવણ રસ દેખાય, બીજી રીતે ગોળ દેખાય, ત્રીજી રીતે આઠખુણીયા દેખાય, જેથી રીતે ફૂલને આકારે દેખાય, તેની પેઠે અનેક આચારમાં વ્યવસ્થિત સમગ્ર અધ્યાત્મશાસ્ત્ર જુદા જુદા આકારના પ્રયોગોમાં વહેંચી નાંખી પાત્ર પ્રમાણે સગવડ કરી આપી છે. અંદર અંદરમાં દરેક રીતે વ્યવસ્થિત છતાં ચાલુ ક્રિયાવિધિઓમાંથી પૃથક્કરણ ઘણું જ દુર્ધટ થઈ પડે છે. કોઈપણ ધાર્મિક વિધિ હાથમાં લઇને તેને વિચાર કરતાં અત્યારને વિચારક તે મુંઝાઈ જ જાય છે. કાંઈપણ નિર્ણય લાવી શકતું નથી. સ્થલ દૃષ્ટિથી વિધિઓના કેટલાક હેતુઓ સમજાવ્યા છે. તેટલાથી માત્ર સંતોષ પામે છે. પરંતુ તે પણ ખરી રીતે તે રસ્થલ જ સમજણ છે. દરેકે દરેક ઉપર જણેવેલા મુખ્ય મુખ્ય પ્રકારની કેવી કેવી રીતે દરેક વિધિઓમાં છાયા પડે છે, તેના નાના મોટા પ્રતિબિબેનું સૂક્ષ્મ પૃથક્કરણ તે આજની બુદ્ધિને અગમ્ય જ છે. કારણ કે સૂક્ષ્મ વિવેચન કરનારા પુસ્તકે
૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org