________________
જશે. કારણ કે નવા રાજ્યબંધારણનો અમલ કરવા વાતાવરણ શાંત થવું જોઈ એ. તેથી સર્વ પ્રકારની અશાંતિને બદલે શાંતિ થવીજ જોઇશે. એમ ચેાક્કસ લાગે છે. માત્ર તે વખતે આધુનિક સંસ્કૃતિ જૈનધર્મીને કેટલું નુકશાન કરી જાય છે, તેજ મુખ્ય મુદ્દાની વસ્તુ જોવાની બાકી રહે છે, ] સર્વાધાર સંસ્થા
જૈન મુનિ સંસ્થા જીવતી જાગતી સંસ્થા છે. સર્વ ધાર્મિક સસ્થાઓના આધાર તેના પર છે. અને એ રીતે પરપરાએ એકદર પ્રજાના પોષણની તમામ સંસ્થામાં સડાન પેશી શકે, તેને આધાર પણ મુનિ સંસ્થાપરજ છે.કારણ કે—યપિ તીર્થંકર ભગવંતા, તેઓની મૂર્તિ એમાં આધ્યાત્મિક પ્રભાવ પાડનાર મુદ્રા તરીકે, મુનિએના માનસમાં ઉત્તમ જીવનના વારસાની છાપ દ્વારા મુનિરૂપે, અને જૈન આગમામાં સકળજ્ઞાની તરીકે જીવંત છે, તથાપિ તેની સાક્ષાત્ વિદ્યમાનતા નથીજ, જો મુનિવર્ગ ન હોય, તે તીથ કરીને હુંમેશ ઓળખાવનાર, તેના તરફ ભક્તિ બહુમાન ઉત્પન્ન કરનાર કાણ રહે ? તેઓના આદેશાને જીવનમાં જીવંત અને જ્વલંત જીવનાર કાણુ ? અને એ રીતે તેના આદેશને મૂર્તિમંત સ્વરૂપ આપનાર કાણુ ? તેના જ્ઞાનના રહસ્યો સમજાવનાર અને સમજનાર કોણ? સમજવા ખાતર જીંદગીના ભોગ આપનાર કાણુ? તેના વિચારો કરનાર કાણુ ? તેના પ્રચારથી ઉત્પન્ન થયેલા સુતત્ત્વાના સગ્રાહક અને રક્ષક ક્રાણુ ? માટે દેવ, ગુરૂ અને ધર્મ: એ ત્રણેય સંસ્થાઓને મુખ્ય આધાર આ ગુરુ સ'સ્થા ઉપર જ છે. તીર્થંકર ભગવતા સાક્ષાત આવીને આપણને કાંઇ કહેવાના નથી. જ્ઞાન પણ એવીજ રીતે તેના અભ્યાસીઓ વિના મુંગુ જ છે. ત્યારે એ બન્નેને પણ આધાર મુનિ સરથા ઉપરજ છે. આથી આખી સંસ્કૃતિનો અને સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી તમામે તમામ પાષાક સસ્થાઓના આધાર તેની સાથે સબંધ ધરાવે છે, એમ કબૂલ કર્યા વિના ચાલશે નહિ.
૨૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org