________________
જેટલા પ્રેકટીકલ, જગત ભરના જનસમાજના બીજા ભાગમાં નહીં જ મળી શકે, એ નિર્વિવાદ સિદ્ધ છે.
“જૈન મુનિઓની આટલી બધી અસાધારણ ફરજ હેવાનું કહે છે, તેમાં અમને તે અતિશયોક્તિજ લાગે છે. કારણ કે–એવી ફરજ બજાવતાં કેઈ જવામાં આવતા નથી. જો તેમ હોત તો જગમાં આટલા બધા માનવો દુઃખી અને અજ્ઞાન કેમ છે? તેને બદલે યુરોપના ચાલાક અને પરેપકારી રાષ્ટ્રોએ જગતના ઘણું માણસને સ્વતંત્રતાને પ્રકાશ આપે છે. જ્ઞાનામૃત પાયું છે. સંસ્કાર કે ઉચ્ચ જીવન કેવું હોય ? તેનો પરિચય કરાવ્યો છે. ભલે પ્રાચીન કાળમાં જેન મુનિઓની આ ભાવના હશે. પરંતુ આજ તે યુરોપના રાષ્ટ્રો અને ખ્રીસ્તી પાદરીઓની સેવા અસાધારણ જેવામાં આવે છે.”
અમારા કથનમાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. જૈનમુનિઓ આજે પણ પિતાનું કાર્ય બજાવેજ છે. અને ભવિષ્યમાં પણ બજાવશે. એટલું યાદ રાખવાનું કે તેઓ બીજાઓની માફક સીધી સેવા-દ્રવ્ય દયા નથી કરતા, પરંતુ તેઓની ભાવદયા ચાલુ છે. વળી ભાવ દયાનું મૂળ મથક જેનશાસન સંસ્થા છે. તેની મરામત, વ્યવસ્થા, ટકાવ, પ્રતિષ્ઠા જાળવવા માટે તેઓની ઘણી શક્તિઓ ખર્ચાય છે. ઘણું શક્તિ ખર્ચવી પડે એવા હાલ સંજોગો છે. એમ કરીને જગતના કલ્યાની એ મહાન સંસ્થા ટકાવી રાખવામાં પણ તેઓ જગતનું કલ્યાણ કરે છે. એ સંસ્થા ટકે તોપણ ભવિષ્યમાં તેમાંથી બીજી ઘણી વ્યક્તિઓને બહાર આવવાની સગવડ ટકી રહે, નહીંતર તે પછી જગતને કાંઈ પણ શરણુ જ ન રહે. તથા કેટલાક માનવો કુદરતી રીતે જે રીતે હોય તેમજ તેમને રહેવા દેવામાં તેમનું હિત હોય છે, ઉથલપાથલ કરવાથી કાંતિ તેમનું અહિત થાય તેમ હોય કે, વધારે ઉંચે પગથિયે ચડી શકે તેવા જગતમાં ખરા સાધનો જ ન હોય એટલે બધી ચાલુ સ્થિતિઓ ટકાવી રાખીને શિષ્ટ જનસમાજમાં એગ્ય આદર્શો ખડા રાખે છે. પ્રસંગે પ્રસંગે સ્વાભાવિક પ્રયત્નોથી જેને લાભ પહોંચી શકે તેમ હોય તેને આપે છે, બાકી તે નુકશાન ન થાય, જગત સન્માર્ગથી ભ્રષ્ટ ન થાય, તેની કાળજી રાખે જવી, એજ હાલના સમયમાં મહાન સેવા છે.
યુરેપની પ્રજાએ આજે મહાન ઉપકારે અને લેકકલ્યાણના કામો કરી રહેલ છેતેમાં તે કઈને કઈ જાતની સત્તાને,વ્યાપાર,નાણાને, જમી
રર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org