________________
ખાતર આકાશ-પાતાળ એક કરે છે. એક દિવસના પણ દીક્ષિત તરફ બહુ માનથી જોવામાં આવે છે. તેઓની આજ્ઞાઓને શિરસા વંધ કરવામાં આવે છે. ધર્મ સંસ્થાના એ અધિકારીઓને રાજાએ અને રાજયના સર્વ અધિકારીઓ પણ સબહુમાન નમતા આવ્યા છે, અને નમે છે. તેઓના આરામ અને સંયમમાં અનુકૂળતા માટે સદદિત જાગ્રત રહેવામાં આવે છે. તેઓના શરીરની સંપૂર્ણ દરકાર રાખવામાં આવે છે. તેઓના વચન પર કુરબાની કરવા તૈયાર થઈ જવામાં આવે છે. તેઓનું અપમાન જીવને જોખમે પણ સહી શકતા નથી. તેઓના જ્ઞાનાભ્યાસ, સંયમારાધાન, શાસન કાર્યભાર, ધર્મપ્રર્વન વિગેરે કાર્યોમાં યથાશક્તિ સર્વ સામગ્રી પૂરી પાડવા તત્પર રહે છે. પિતાના રથાનમાં પધારવા માટે ખરા હૃદયથી વિજ્ઞપ્તિ કરવામાં આવે છે, તેઓના વિહાર અને ગમનાગમનને ખ્યાલ રાખવામાં આવે છે. તેઓના આગમનને સોલ્લાસ વધાવવામાં આવે છે. જૈનમુનિ ઉપરને કોઈ પણ અત્યાચાર ગમે તે ભોગે દૂર કરવા હર પળે જૈન સંધ તૈયાર રહે છે. તેઓના જીવનના દરેક દરેકે મહત્ત્વના પ્રસંગે–જેમકે, બન્ને ય દીક્ષા, પદવી પ્રદાન, મહાતપડનુષ્ઠાન, કાળ ધર્મ વિગેરેને ખુબ શોભા આપવામાં આવે છે.
આ બધું છતાં [૨૫] પેઈજપર જણાવેલી અલ્પમાં અલ્પ ગ્યતામાં ખામી હોય, તો તેને પણ હિસાબ લેવામાં આવે છે. અને ખામી ન હોય છતાં પણ તેમાંની એગ્યતા પ્રમાણે પણ ભેદ સમજવામાં આવે છે. ભયંકર કટોકટીના દુકાળ વિગેરે જેવા પ્રસંગોએ કે દેશના વિચિત્રમાં વિચિત્ર સંજોગો વખતે પણ, જૈન સંધ તેમની જરૂરીઆતે માટે યથાશક્તિ પોતાના સંકચિતમાં સંચિત સાધનેમાંથી પણ અમુક ભાગ ફરજીઆત આપેજ છે.
જૈન શાસનમાં, ભારત સંસ્કૃતિમાં, માનવગણમાં, અને એકંદર
ર૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org