________________
ધારો કે કોઈ પણ મહાન બુદ્ધિમાન અને કાર્ય કુશળ મહાશયને મોટામાં મોટે પગાર આપીને સર્વ સગવડો અને સાધને આપી એ જવાબદારી સંપવામાં આવે, તે અમારી ધારણા છે, કે તે મહાશય પિતાની ફરજ બજાવવામાં જરા પણ કચાશ ન રાખતાં બરાબર સારી રીતે સંતોષ ઉત્પન્ન કરે. પરંતુ જે દિવસથી તેમને પગાર બંધ થાય, પગાર કે તેવી સગવડ આપી શકાય તેવી રિથતિન હેય, તે દિવસથી તે જવાબદારી ઉપાડવાનું તેને કહી શકાશે કે? તે ઉપાડે પણ ખરા કે?
ત્યારે જૈન મુનિ? તેને ખાવા સરખું ન મળે, કોઈ પણ જાતની સામગ્રી ન મળે, એટલું જ નહીં, પરંતુ તેના માર્ગમાં કાંટાને વરસાદ કરવામાં આવે, તેના પર જુલ્મ અને સખ્તાઈના પહાડ ખડકવામાં આવે, તે પણ તે સિદ્ધાંત છોડીને જઈ શકશે નહીં. અને કદાચ જશે તે “ખરેખર, હું કમભાગી, નિર્બળ છું, કે મારી જવાબદારી સંભાળી શકતું નથી, એટલું મારું પુણ્ય કમી છે, ધન્ય છે, એવા મહાત્માઓને, કે જેઓએ જગતુના કલ્યાણના માર્ગમાંથી કોઈ પણ ભેગે પાછી પાની કરી જ નથી” એટલું કબૂલ કરીને તે ત્યાંથી ખસશે. પણ તે એમ નહી કહે કે મારી જવાબદારી નથી.” તેમની ભાવ દયા સર્વ કોઈ પ્રાણી માટે પ્રવાહિત હોય છે. શૂરવીર લડવૈયે પિતાના દેશ કે પિતાના રાજા ખાતર કે બીજા કોઈ પણ દુન્યવી હેતુ ખાતર કે પૂર્વના કોઈ પણ માણ ખાતર પિતાના દેહનું બલિદાન આપે છે. પરંતુ જન મુનિનું બલિ. દાન કેવળ સર્વ સામાન્ય પ્રાણી માત્રના કલ્યાણ માટે જ હેય છે. આ વૃત્તિ તેના મુનિ જીવન સાથે જડાયેલી છે. ભગવાન મહાવીર પ્રભુના ઉપસર્ગસહન અને કલ્યાણભાવના યાદ આવી ગયા પછી કટોકટીના પ્રસંગમાં ખડે પગે ઉભા રહેવાને તેને કોઈને પૂછ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org