________________
સર્વ કલ્યાણકર જૈન મુનિ સંસ્થા. આદર્શ ગુરુઓની જરૂર–
જગતમાં સામાન્ય રીતે-સબળ બાહ્ય આલંબન વિના વિકાસમાં પ્રગતિ કરનારા પાત્ર મળી શકે, તેના કરતાં સબળ બાહ્ય અને આંતર સાધનો દ્વારા જ વિકાસ માર્ગમાં પ્રગતિ કરનારા પાત્ર વધારે સંખ્યામાં મળી શકે છે. તેથી સ્વયંબુદ્ધ. અતીર્થસિદ્ધ કે અન્યલિંગ સિદ્ધ વિગેરે જેવી કેટલીક વ્યક્તિઓને છોડીને વિકાસ પંથના પ્રમાણમાં સહાય માટે, સ્વતંત્ર જીવનની ખુમારીને અનુભવ જાણવા માટે, આધ્યાત્મિક પ્રગતિના માર્ગદર્શન માટે, ઉદાત્ત જીવનની મજાહ લુંટવા માટે, પરમ જીવનને રસાસ્વાદ લેવા માટે, અને કચડાયેલા જીવનની ગર્તામાંથી ઉદ્ધાર પામવા માટે, જગતમાં મહાન ગુરુઓની જરૂર છે.
[ સન્માર્ગની ઉદ્દષણ કરનારા, સન્માર્ગ તરફ આંગળી ચિંધનારા, સન્માર્ગ તરફ જ્ઞાનદીપક ધરી રાખી મહાન સંસાર સાગરમાં દીવાદાંડી તુલ્ય બનનારા, વિવિધ દુ:ખોથી બળ્યા જળ્યાને આશ્વાસન દેનારા, અનેક પ્રકારના ભયથી ફફડી મરનારાઓને છાતીએ ચાંપનારા, અજ્ઞાનથી ઉન્માર્ગના મહાન ધોરી માર્ગમાં વેગબંધ દેડયેજ જનારાઓને ભયની નિશાની સૂચવનારા પિતાના જીવનના આદર્શથી જ મુંગા મુંગા પણ પ્રગતિમાર્ગ તરફ આકર્ષનારા, પ્રગતિ માર્ગના આદર્શને ટકાવી રાખનારા વિકરાળ કાળના મહાન જળ પ્રવાહ માર્ગમાં-પ્રગતિમાર્ગને કરીયાણાના ભાર વહન કરનારા, પ્રગતિમાર્ગના મુસાફરોને સફર કરાવનારા, બુડતાને બચાવી લેતાભારખાનાના હાણે, સફરી હાણે અને હડતુલ્ય વહાણ તરીકે વહન થનારા, અંધકારમય જમાનામાં પણ અગમ્ય જ્ઞાનના ખજાનાઓને પિઠીયા તરીકે વહન કરનારા એવા મહાન ગુરૂઓની જગમાં દરેક વખતે જરૂર હોય જ છે. એમ દુનિયાની વ્યવસ્થાને સમજનાર કોઈપણ વિચારશીળ માનવ કબૂલ કર્યા વિના નહીં રહે.
૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org