________________
દેશ પર વિશ્વાસ રાખીએ છીએ, તેઓએ બતાવેલા ધર્મ માર્ગને વળગી રહીએ છીએ. તેમના કરતાં ચડી જાય, કે તેમને જેવી ખરેખરી વ્યક્તિ અમને કોઈ પણ બતાવે તે તેને આરાધવા, તેમના પર વિશ્વાસ મૂક્યા, કે તેમની આજ્ઞા અનુસરવામાં અમને વાંધો નથી. પરંતુ જ્યાં સુધી એવી વ્યકિત જોવામાં ન આવે ત્યાં સુધી તેઓને આરાધ્ય માનવામાં અમે કેઈ પણ જાતની ભૂલ કરીએ છીએ, એમ સમજાવવું મુશ્કેલ છે. ભગવાન મહાવીર સ્વામીનું જીવન બરાબર વિચારે, મનન કરે, અને તેમાંથી જે જે ઉત્તમ ગ્રાહ્ય અંશે તમને જણાય, તેની તારવણી કરે, અને જગતના થઈ ગયેલા કે હવે પછી થવાના હોય એવા કેઈ પણ મહાત્મા પુરુષ સાથે તુલના કરી બતાવે. તેમાં જે કંઈ પણ વ્યક્તિ તેમના કરતાં ચડી જાય કે તેમના જેવી હૈય, તો તેના પર વિશ્વાસ મૂકવામાં વાંધો નથી. પરંતુ જ્યાં સુધી એવી વ્યક્તિ જોવામાં ન આવે ત્યાં સુધી ભગવાન મહાવીર સ્વામીને જ વળગી રહીએ, તેમાં શું ખોટું છે? અને હજુ સુધી મહાવીર એવામીજ અમારા સુદેવ છે, એમ આ લખાણની છેલ્લી ઘડી સુધી અમારું સુદેવતત્ત્વ સ્થિર છે. ” એમ કહે છે.
જૈન ધર્મનાં કઈ પણ આચાર વિચાર સાથે તેના કોઈ પણ મહત્ત્વની આધુનિક વ્યકિત સાથે, કેઇ વ્યકિતને મળ ન બેસતા હૈય, પણ તે તીર્થંકરના જીવનમાંથી યથાશક્તિ પ્રેરણા મેળવે, તે તેની જૈન ધર્મની નિકટ આવવાની શરૂઆત થઈ જાય છે.
જિન ધર્મમાં તીર્થંકરનું આ મહત્ત્વનું સ્થાન છે. અને જ્યાં સુધી તીર્થકરેના આ ઉદાત્ત જીવને કોઈ પણ માનવના દિલને હલમલાવશે, ત્યાં સુધી ગમે તેવી આફત વચ્ચે પણ જૈન ધમ સ્થિર જ છે.
૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org