________________
અલબત્ત, તે કામ કોણ કરી શકે ? કોને સોંપાય ? કોના પર વિશ્વાસ મૂકી શકાય, તે પ્રશ્નો ભલે વિચારણીય હોય, પરંતુ આવા વર્ગની કાયમને માટે જગમાં જરૂર હોય છે. એ સ્વીકારવું જ પડશે.
હા, સાથે સાથે એ પણ છે કે–દંભી, લેબી, લાલચુ, શઠ, સ્વાથી દુશીળ, ઉન્માર્ગ ગામી, ઉન્માર્ગ દર્શક વિગેરે દુર્ગુણોથી ભરેલી કોઈપણ વ્યક્તિ ગુરુ હોઈ જકે જ નહીં.
ભગવાન મહાવીર દેવ કહે છે કે–તેઓને કદ્દી, ગુરુ માનવા જ નહીં. તેવાઓનો દૂરથી જ ત્યાગ કરવો. પત્થર જેવા એ ડૂબે છે, અને ડૂબાડે છે.” ] આદર્શ ગુરુઓ
સામાન્ય બુદ્ધિને જનસમાજ જેના બાહ્ય દર્શન માત્રથી ખેંચાઈ આવે, તેમની શાંતિ તેને ઉનાળામાં બરફ જેવી આકર્ષક લાગે, અને તેમનો પ્રભાવ શિયાળામાં અગ્નિ જે તેને આકર્ષક લાગે.
મધ્યમ બુદ્ધિના માણસેને એજ ગુરુઓ, સદ્વર્તનના કડક નીતિ નિયમના પાલન તથા આધ્યાત્મિક ચારિત્રના બારીકમાં બારીક નિયમમાં સોદિત જાગત્ રહેતા જણાઈ આવે, તેમનું જાહેર અને ખાનગી જીવન બારીકમાં બારીક મુદ્દા ઉપર ધ્યાન રાખીને બરાબર યોગ્ય માર્ગે વહેતું હેય.
તથા તેજ ગુરુ મહાન બુદ્ધિશાળી અને સભ્યતાની ટોચે પહેચેલા ચાલાકમાં ચાલાક અને સર્વકાર્ય સમર્થ વ્યકિતઓને મહાન સૂક્ષ્મ દૃશ, જગતના સર્વ વ્યવહારોના અદ્ભુત રહો ઉકેલનારા, ચમત્કારિક જીવનના ઉલટસુલટ પ્રયેગે જાણનારા, જણાય. અર્થાત, ઉત્કૃષ્ટબુદ્ધિના મંદબુદ્ધિના, મધ્યમબુદ્ધિના એમ ત્રણેય જાતના પાત્રને પિતાના તરફ આકર્ષી શકે, અને સૌ સૌની યોગ્યતાના પ્રમાણમાં કાર્યસાધક થાય તેવા સન્માર્ગના પ્રગોરૂપી સોનેરી ટુકડાઓની લ્હાણ કરી શકે,તે જગત્માં આદર્શ ગુરુઓ છે. તેમના જ્ઞાન,આચાર, ત્યાગ, વૈરાગ્ય, પરોપકાર, દયા, વિકાસનીધગશ, વિગેરે કઈ કેટીના હૈઈ શકે, તે આ ઉપરથી વાચકમહાશયે સ્વયં સમજી શકશે.
૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org