________________
તાલીમ પ્રજાજનેને પૂરી પાડનારા, તેને આદર્શ ટકાવી રાખનારા, એક ઉસ્તાદ વર્ગની જરૂરીઆત ઉભી થાય છે. અને તે પણ જનસમાજને એ જાતની જરૂરીઆત પૂરી પાડવાને પહોંચીવળી શકે તેટલી સંખ્યામાં, કે તેટલા બળમાં હેવાની પણ એટલી જ જરૂરીઆત ઉભી થાય છે, તેથી એ વર્ગની સંસ્થા પણ આવશ્યક થઈ પડે છે. આ આધ્યાત્મિક જીવનના–એટલે ધાર્મિક જીવનના ઉસ્તાદોને આપણે સામાન્ય પરિભાષામાં ધર્મગુરુઓ કહીશું.
જ્યારે જગતમાં ધર્મગુરુઓની સંસ્થાની આવશ્યકતા ઉભી થાય છે, એટલે પછી તે સંસ્થા તંત્ર બદ્ધ થઈ વ્યવસ્થિત ચાલે, તેના દરેક કાર્યો વ્યવસ્થિત હય, જનસમાજમાં પ્રતિષ્ઠિત રીતે પ્રચાર કરી શકે, જનસમાજ તેના તરફ આકર્ષાઇને રસપૂર્વક તેને લાભ ઉઠાવે, તેવી દરેક જાતની સગવડો પૂરી પાડનાર જે એક તંત્ર અસ્તિત્વમાં લાવવું પડે છે, તે તંત્રને તીર્થ કહેવામાં આવે છે. તેવા તીર્થનું થાપન કરનાર-તેનું જગતમાં અસ્તિત્વ ઉત્પન્ન કરનાર, તીર્થકર કહેવાય છે. - આ ઉપરથી માનવજીવનમાં કલ્યાણ અને વ્યવસ્થા પ્રેરનાર દરેકે દરેક સંસ્થાઓ કરતાં ધર્મસંસ્થાને દરજજો પ્રગતિ માર્ગને હિસાબે પહેલે અને ઉચે આવે છે. તે જ પ્રમાણે તે તે દરેક સંસ્થાએના મુખ્ય મુખ્ય જવાબદાર અધિકારીઓમાં પણ તીર્થકરોને જ દર સૈથી પહેલો અને ઉચે આવે છે અને તેથી જ તેઓ જગતુ પૂજ્ય ગણાય છે, એ રવાભાવિક છે. સર્વપ્રાણી માત્ર, સર્વ વ્યવહાર માત્ર, સર્વ જીવનમાત્ર–માં અને અખિલ જગતમાં તે કેન્દ્રસ્થાને બિરાજી શકે છે માટેજ સિદ્ધચક્રમાં તે વચ્ચે કેન્દ્રમાંજ ગોઠવણ છે.
જે માનવ વ્યક્તિઓના જીવન એકંદર સર્વથા ઉજવળ, ઉદાત્ત, ભવ્ય, સર્વોત્તમ હોય, તેજ તીર્થંકર થઈ શકે છે, તેથી તે ગુરુઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org