________________
|| ૧. હાલના સમયમાં, ભગવાન મહાવીર સ્વામીની, અશાસ્ત્રીય અને એક દેશીય જયંતીના પ્રચારથી, અને તેને વધારે પડતું મહત્ત્વનું રૂપ આપી દેવાથી, ભવિષ્યની ઉછરતી પ્રજાના દિલમાં એક મહાવીર સ્વામીનું સ્થાન કેન્દ્રિત થઈ જતાં બીજા તીર્થકરેનું સ્થાન ખસવા સંભવ છે.
૨. તીર્થકરોના જીવનના મહાન પાંચ પ્રસંગને બદલે માત્ર જન્મ પ્રસંગજ વધારે કેન્દ્રિત થવાથી બીજાઓનું સ્થાન વિસ્મૃત થવા સંભવ છે.
૩, અને ફક્ત મહાવીર પ્રભુના જન્મ દિવસ ચૈત્ર સુદ ૧૩ ને વધારે મહત્વનું સ્થાન આપવા જતાં એકંદર જેનધર્મનું મહાન પર્વ પર્યુષણ પર્વની ઉજજવલતા, અને ભવ્યતાને ધક્કો પહોંચવાને એજ સંભવ છે.
૪, તેમજ અસંબદ્ધ વિચારપ્રણાલીઓ તથા ધર્મ અને વ્યવહારની અસંબદ્ધ ઘટનાઓને ખીચડો થવાને પણ એજ સંભવ છે.
ઈત્યાદિ અનેક તીર્થને નુકશાનકારક તત્તના યત્કિંચિત પરિણામો આવી ગયેલા જોવામાં આવે છે ]
તીર્થકરના જીવન પવિત્ર અને ઉજજવળ છે. જગતમાં જે કાંઈ સારભાગ, ઉજ્જવળતા, પવિત્રતા દેખાય છે, તે સર્વે તેમનો જ પ્રતાપ છે, તેમને જ ઉપકાર છે. તે ઉપકારો ઉડીને આંખને વળગે એવા જગજાહેર અને ચમકતા છે. તેઓના જીવનની ભવ્યતા અસંખ્ય પ્રાણિઓને પોતપોતાના વિકાસ સ્થાન પરથી જરા જરા વિકાસ માર્ગમાં અનાયાસે અગમ્ય રીતે આગળ ને આગળ વધારવા સબળ નિમિત્તરૂપ થયા કરે છે. આ મહાન ઉપકારના બદલામાં વિકાસ સાધક આત્માઓ તીર્થકરોની યાદ-મરણ-સમર્પણ-અભિમુખતાઆરાધના વીશે ય કલાક સતત ચાલુ રાખવા તત્પર રહે છે.
અને તેથી જ તીર્થકરોની અવિદ્યમાનતામાં તથા વિદ્યમાનતામાં પણ સાક્ષાત અપરિચય પ્રસંગે–આરાધના માટે તેની પ્રતિમાઓ કરીને પણ જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે ત્યારે અનેક રીતે, અનેક પ્રકારની ગોઠવણથી, તે દ્વારા તેની આરાધના કરે છે, નમે છે, પૂજે છે, વદે છે, સ્તવે છે. તેને માટે અવકાશ ન હોય તે નામ
૧૯૩
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org