________________
મંદિર ન બાંધવું, એ વ્યાજબી નથી, આશાતના ટાળવી, પરંતુ મંદિરનું કે પ્રતિમાનું અસ્તિત્વ એ મોટી આશાતના ટાળવામાં નાની અનિવાર્ય આશાતનાઓ સંતવ્ય છે. - સવિધિ મંદિર કરાવ્યા પછી તરતજ બીજી ક્ષણે ભલે કોઈ કુદરતી સંજોગોને આધારે એ મંદિર પડી જાય. પરંતુ મંદિર કરવાની ઈચ્છા થઈ ત્યારથી કરાવનારની જે ભાવના જાગ્રત થઈ, તે ભાવનાના બળથી તેને જે આત્મવિકાસ થયે, સ્થાયિ લાભને સરકાર પડી ગયે, તે મંદિરના પડી જવાથી કાંઈ ભૂંસાઈ જતું નથી. માટે મંદિર કરાવવામાં દુન્યવી જરૂરીઆત બિનજરૂરીયાતને વિચાર કરવાનું રહેતું નથી. સદાકાળ તેને ઉપદેશ ચાલુ રહે જ જોઈએ અને ભાવના થાય તેણે કરવામાં પાછી પાની કરવી નહીં, તેમજ તે ઈચ્છાને બીજી કેઈ પણ તરફ વાળવી નહીં, તેને ઉત્તેજવી, પણ ભાંગી ન પાડવી.
જૈનોની મંદિર અને પ્રતિમાઓ દ્વારા શ્રીતીર્થંકરની આરાધના માટેની આ ભાવનાને અંગે, પ્રયાણમાં જૈનો કે જૈનસંઘે અને વિહારમાં જૈન મુનિઓ રસ્તામાં આવતા કોઈ પણ સ્થળના જૈન મંદિરને દર્શન કર્યા વિના ઓળંગતા નથી.એટલું જ નહિ, પરંતુ આગમ સૂત્ર સાંભળતી વખતે પણ જયારે જયારે એ કલ્યાણશાળી મહાભાઓના નામેચ્ચારો સાંભળવામાં આવે ત્યારે ત્યારે તેને પણ સત્યારે છે. તેમના કલ્યાણકારક પ્રસંગે સાંભળવામાં આવે, તેને ઉત્સવ કરે છે.
તીર્થકરોના દર્શનથી પ્રજા વંચિત ન રહે, એવા ઉદ્દેશથી મિટા મોટા તીર્થો બાંધવામાં આવે છે, મેટા મેટા યાત્રાગમન સંમારંભે, રસે, મહાપૂજાઓ, અને એવી બીજી ઘણું ઉત્સાહજનક પ્રવૃત્તિઓ કરે છે.તીર્થકર તરફનું પ્રજાના મનનું વલણ જાગ્રત કરવા અને રાખવા પ્રયત્ન કરવામાં આવે છે. આ બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org