________________
કાળજી લેવામાં આવી છે. ઉલટસુલટ દલીલથી આકરી કસોટી કર્યા પછી, પરીક્ષા કરીને જ એ અભિપ્રાય ઉચ્ચારવામાં આવે છે.
ઠીક છે. કદાચ તમે એમ કર્યું હશે, અને વાસ્તવિક રીતે કદાચ એમ હેય પણ ખરું. છતાં એકાએક અભિપ્રાય ઉચ્ચારી દે વ્યાજબી ન ગણાય. શું તમે દરેક ધર્મોની તુલના કરી જોઈ છે?”
ના. જે તેમ કર્યું હેત તે તે અહીં જ દરેક ધર્મના દરજજાનું લિસ્ટ આપી દીધું હતું, તેટલી હદ સુધી સંપૂર્ણ તુલના નથી કરી જોઈ. પરંતુધર્મોના બંધારણમાં આધ્યાત્મિક જીવન મુખ્ય હોવું જોઈએ, કે જે ભારતમાં અને ખાસ કરીને જૈન દર્શનમાં ખૂબ ખીલવવામાં આવેલું છે, એ વિષે દુનિયાના વિદ્વાનો લગભગ સમ્મત જ છે. વળી જૈન ધર્મમાં એવા કેટલાક તો મળે, કે જે બીજે પણ હય, અને બીજે હોય તે કેટલાક અહીં પણ હોય, એમ સમાનતા છતાં દરેકની જુદી જુદી વિશિષ્ટતા પણ હોય છે. એ વિશિષ્ટતાઓના દરજજા ઠરાવતી વખતે કસેટીએ ચડાવી જવાથી ઉપરને નિર્ણય તરી આવે છે, ને તેથી સત્યનો પરિચય આપવા તે અભિપ્રાય ઉચ્ચાર્યો છે.
કદાચ અમારો આ અભિપ્રાય કોઈને અશ્રય લાગતો હોય તો તેને પરાણે કબૂલ કરાવવાનો અમારો આગ્રહ નથી. પરંતુ ધર્મોની તુલનાના કાર્ય પ્રસંગે આ અભિપ્રાયને પણ તેમાંની વિગતોના સંગ્રહમાં એક સંશોધકના અભિપ્રાય તરીકે નોંધી રાખવામાં શી અડચણ છે? તેથી જુદું પરિણામ આવશે, તો તમે સાચા ઠરશે. અને એ જ પરિણામ આવશે, તે ભવિષ્યના તે સંશોધકને એક સંવાદ મળશે.
હા, એ રીતે તેને યાદ રાખી લેવામાં વધે નથી. પરંતુ ધારો કે-જૈન ધર્મની ઉંચા પ્રકારની આધ્યાત્મિક શોધ અને તેની જગતની એ રીતે ઉંચા પ્રકારની સેવા કબૂલ છે. પરંતુ દરજજા ગોઠવતાં તેના કરતાં કોઈ વધારે ઉત્તમ સાબિત થાય, તે પછી તેને પહેલું સ્થાન આપવા સામે તમારે વધે નથી ને?”
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org