________________
જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષે વિસ્તાર પૂર્વક વિગતવાર હકીકતા એકઠી કરી સિદ્ધાંતે નક્કી કરનાર શાસ્રા— વિજ્ઞાન કહેવાય છે. અને તે સમગ્ર વિજ્ઞાનનું એકીકરણ કરી પરસ્પર સંબંધો નક્કી કરી આખા વિશ્વની ધટનાએ સાથે પરસ્પરના મેળ બેસાડી આપનાર શાસ્ર-તત્ત્વજ્ઞાન કહેવાય છે. બન્ને વચ્ચેને આ ભેદ બરાબર ધ્યાનમાં રાખવા.
ધ જ્ઞાન—એટલે અધ્યાત્મશાસ્ત્ર, એ તત્ત્વજ્ઞાન શાસ્ત્રનું એક માઢુ અંગ છે, પણ ધર્માંચારણનું તત્ત્વજ્ઞાન એ પેટા અંગ છે, તત્ત્વજ્ઞાન સમજીએ તેા ધર્મોનું અને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન વચ્ચે આવી જાય છે. પરંતુ ધર્મના આચરણ પ્રસંગે તત્ત્વúન માત્ર સ્થિરતા અને પ્રગતિ માટે ઉપયોગી થાય છે. તેથી તે ધર્માચરણનું એક અગ બને છે, તત્ત્વજ્ઞાનના સારને અમલ કરવાને ધર્માચરણ જ ઉપયાગી છે.
ધ
-એ મહાપ્રગતિમામાં પ્રયાણરૂપ ક્રિયાત્મક એક વસ્તુ છે : કે જે જગમાં સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે. અને તત્ત્વજ્ઞાન માત્ર જ્ઞાનસ્વરૂપ છે. જે સર્વ જ્ઞાનેામાં શ્રેષ્ઠ છે, પરંતુ ધર્માચરણથી તેના બીજો નંબર છે. [ જુઓ–મંગળભાવના ૭. ]
વ્યાયામશાસ્ત્ર કે યાગશાસ્ત્ર વાંચવાથી વ્યાયામ કે યાગની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તેવી જ રીતે અધ્યાત્મ શાસ્ત્ર કે તત્ત્વજ્ઞાન શાસ્ત્ર જાણવા માત્રથી ધર્મ વિષે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. તત્ત્વજ્ઞાન અને ધર્મોની અત્યન્ત નજીકનું અધ્યાત્મશાસ્ત્ર જીંદગીભર વિચાર્યા કરે, તે પણ ધર્માચરણથી થતા જીવન વિકાસ તેથી થવાને સંભવ નથી.
છતાં કેટલાક તત્ત્વજ્ઞાન જ વિચાર્યા કરતા હૈાય છે. અને કેટલાક ધર્માચરણજ કરતા હેાય છે. તેનું કારણ તેની પૂર્વ તૈયારી તે
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org