________________
છે. આંધળાની દૃષ્ટિમાં તે રપર્શ ગ્રાહ્ય વસ્તુ છે. અને દેખતાની . દૃષ્ટિમાં મુખ્યભાગે તે ચક્ષુગૃહ્ય વસ્તુ છે.
તર્કશાસ્ત્રની દૃષ્ટિમાં દૃષ્ટાંત આપવા માટેની સર્વત્ર પ્રસિદ્ધ એક વસ્તુ છે.
જ્ઞાતાની દૃષ્ટિમાં શેય છે, પ્રમાતાની દૃષ્ટિમાં પ્રમેય છે.
રાજાની દૃષ્ટિમાં તે નજીવી ચીજ છે, ગરીબની દૃષ્ટિમાં તે જાળવવા જેવી ઉપગી ચીજ છે. નિરપૃહ સર્વ ત્યાગીની દષ્ટિમાં તે કાંઈજ નથી.
શબ્દશાસ્ત્રની દૃષ્ટિથી ઘ અને ડો એ બે અક્ષરના સમૂહથી વાચ્ય પદાર્થ છે. પરંતુ ઘડે શબ્દથી ઘડાનું સમગ્ર સ્વરૂપવા થાય છે, એમ કેમ કહી શકાય?ઘડો શબ્દ માત્ર ઘડામાં રહેલી ધટનક્રિયા વાચ્ય કરી શકે. તે સિવાય ઘડાના ઘણું સ્વરૂપ બાકી રહી જતા હેય, તે વચ્ચે કરવાને બીજા શબ્દો જોઈએ.
તેને રંગ, ઘાટ, નાશઅને ઉત્પત્તિના વખત-દ્ર, સ્થળ,નાશકરનાર, તથા ઉત્પાદક, તેના પર થયેલા અને થવાના બીજા અનેક ફેરફાર, તેની માલિકી, બીજા કરતાં તેનું નાનું મોટું પ્રમાણ વિગેરે, ઘણા સ્વરૂપે બાકી રહી જાય છે.
આ દૃષ્ટાંત ઉપરથી સમજી શકાશે કે –જુદા જુદા દૃષ્ટિબિંદુ. ઓથી આપણે કઈ પણ પદાર્થના જે કાંઈ સ્વરૂપે જાણીએ છીએ, તે જ સ્વરૂપે એ પદાર્થ હોય છે, એમ ચક્કસ કહી શકાતું જ નથી. બીજી રીતે પણ હેવાને સંભવ હોય છે. શબ્દ શબ્દશાસ્ત્રની દૃષ્ટિથી ભલે શબ્દ હોય, પરંતુ પરમાણુશાસ્ત્રની દૃષ્ટિથી તે માત્ર અમુક આકારે પરિણત થયેલે પરમાણુ સમૂહ છે. ત્યારે સંગીતશાસ્ત્રની દૃષ્ટિથી સાત સ્વરમાંના કેઈપણ વરને ઉત્પાદક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org