________________
છે.અને ઈતર દર્શને વિજ્ઞાન શા છે. એટલે એ બન્નેના વ્યાયવ્યાપક ભાવ હેયજ, એ સ્વાભાવિક છે. અર્થ શાસ્ત્ર વ્યાપક શાસ્ત્ર છે, તે તેમાંના દીવાની ફરજદારી કાયદા, લડાઈના બ્હે, સંધિ વિગ્રહના નિયમે, વિગેરે વ્યાપ્ય શાસ્ત્રો ગણાય.
[ “ જે શાસ્ત્રોને અમુક ભાગ નાશ પામે છે. તે હાલના જમાનામાં તે શાસ્ત્રોને શો ઉપગ છે ? તે ગતપ્રાય-મૃતપ્રાય શાસ્ત્રો ગણાય. અત્યારની જરૂરીઆત માટે અત્યારે નવી શો અનુસાર આખું વિશ્વસાહિત્ય નવું થાય, એ કેમ ઇચ્છવા યોગ્ય નથી ? અપૂર્ણ અને અવ્યવસ્થિત જુનાને વળગી રહેવાથી જનસમાજનું કઈ જાતનું કલ્યાણ છે?”
આ શંકા આજકાલ થઈ રહી છે. પરંતુ અમે કહીશું કે --પ્રાચીનશાસ્ત્રોની કેટલીક કડીઓ તુટી ગઈ હોય કે અસ્તવ્યસ્ત થઈ હોય, તે પણ તેને આશ્રય-આધાર છેડી શકાય તેમ નથી. છોડવામાં કલ્યાણ નથી. કારણ કે–તે શાસ્ત્રોએ જે પ્રગતિમાર્ગ-જીવનમાર્ગ નક્કી કર્યો છે. તે તે અત્યારે પણ ચાલુ છે. એ માર્ગજ કલ્યાણપ્રદ છે. આધુનિક વિજ્ઞાન જ્યાં સુધી તેના કરતાં પણ ચડિયાતું કે તેના જેવો પ્રગતિ માર્ગ ન શૈધે. ત્યાં સુધી કયાં ભટકવું? ત્યાં સુધી તે તેજ આધારરૂપ છે. જો કે તેના કરતાં શ્રેષ્ઠ અને સમતલ પ્રગતિમાર્ગ બીજે છે જ નહીં. અને શોધાશે જ નહીં. છતાં શોધાશે, એમ માની લઈએ, તો પણ જ્યાં સુધી ન શોધાયો હોય, ત્યાં સુધી અતિ ભ્રષ્ટ તો ભ્રષ્ટ થવામાં કઈ બુદ્ધિમત્તા છે?
કાતે હાલનું વિજ્ઞાન થાકીને હેઠું બેસે, તે પણ રડ્યા ખડ્યા પ્રાચીન નને પણ આશ્રય અત્યારે આવશ્યક છે.કાંત નો માર્ગ શોધીને આગળ વધે, ત્યાં સુધી પણ તે શાને આશ્રય આવશ્યક છે. તેને આધાર કલ્યાણકર છે. ભારતીય આર્ય પ્રજાએ છેડી શકાય જ નહીં. છોડે તે અનંત અંધારામાં ભટકવું પડે તેમ છે. અવનતિ અવનતિ ફરી વળે તેમ છે. ].
[ વેદિક સાહિત્ય [ વેદાનુયાયિ] પણ પિતે સર્વ વિજ્ઞાનના સંગ્રહ રૂપ તત્વજ્ઞાન શાસ્ત્ર હવાને આવોજ દાવો કરે છે, તેનું કેમ ? તે કહે છે કે –“ ભલે, વેદાન્ત, વૈશિષિક, ન્યાય, મીમાંસા વિગેરે જુદા જુદા વિજ્ઞાન હોય, પરંતુ તે સર્વ વેદરૂપ સકળ તત્ત્વજ્ઞાન શાસ્ત્રમાં અંતર્ભત થાય છે, તેથી વેદ અને તેને અનુસરતું સમગ્ર વૈદિક સાહિત્ય સાંગોપાંગ ભારતીય તત્ત્વજ્ઞાન જ પુરું પાડે છે. જુદા જુદા સૂત્રો તથા ગીતા જુઓ, તેમાં તમને
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org