________________
સામાન્ય રીતે કુદરત તે સૌ પ્રખ્યકારોની સામે હોય જ છે. તેના પ્રાસંગિક વર્ણમાં કેટલાક તત્વજ્ઞાનને લગતા પદાર્થો ઉપરથી તત્ત્વજ્ઞાનનું પદ્ધતિસર શાસ્ત્ર કહેવા બેસીએ, તે પછી કાળિદાસ વિગેરે કવિએના વર્ણનની છાયી ભરપુર કાવ્યોને પણ તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર કહેવું પડે. અલબત્ત, વેદ અને વૈદિક સાહિત્ય ભારતીય સંસ્કૃતિનું એક મહાન અંગ છે. એમ તે કબૂલ કરવું જ પડશે.
જો કે જેનોને પણ મુખ્ય ઉદ્દેશ તે તત્વજ્ઞાન સમજાવીને પ્રાણીને મહાપ્રગતિ માર્ગ તરફ અભિમુખ કરીને તે માર્ગે ચાલતે કરવાનો છે. એ મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ તત્ત્વજ્ઞાન શાસ્ત્ર વિષે વિવેચન કરે છે, અને તે વિગતવાર અને પદ્ધતિસર વિવેચન કરે છે, એટલી વિશેષતા છે. આ હકીકત કાઈપણ જીજ્ઞાસુને પુરાવાથી સમજાવી શકાય તેમ છે.
બૌદ્ધો તો ભગવાન મહાવીર સ્વામિનાં લાંબા લાંબા તત્ત્વજ્ઞાનની ટીકાજ કરે છે, તેને આશય એ છે કે –“ લાંબું લાંબું જાણવાની શી જરૂર છે? જીવનમાં ઉપયોગી કર્તવ્ય માર્ગો જાણ્યા અને તે રીતસર જીવનમાં આચર્યા, એટલે બસ છે. એજ કલ્યાણમાર્ગ છે. એ માર્ગે ચાલનાર લાંબું લાંબું ન સમજતો હોય, તો પણ નિર્વાણુને પંથે પળી શકે છે. આત્મજ્ઞાનનો ઉપદેશ જ બસ છે. લાંબા લાંબા ગણિતોના આંકડા અને બીજા અનેક સિદ્ધાંતોની ગુંચમાં પાડવાની જરૂર જ શી છે ?” અને મશ્કરીમાં ત્યાં સુધી કહે છે કે –“જે બહુ દૂર સુધી દીર્ધ નિરીક્ષણ કરવું જરૂરી હોય. તો પછી લાંબી નજર નાંખનાર ગીધાને પણ આપણે આત્મજ્ઞાની કહેવા પડશે. ”
જો કે આમ કડક ટીકા કરવા છતાં બીજી રીતે શ્રી મહાવીર પ્રભુના વિસ્તૃત તત્ત્વજ્ઞાનની સાબિતી પુરી પાડે છે. અને તત્વજ્ઞાનની શોધરૂપ મિલકત હોવી, એ પ્રજાનું ભૂષણ હોય, તો તેની સાથે સાથે ગર્ભિત સ્તુતિ પણ સમજવામાં અડચણું નથી. અને તે ઉપરથી એ નિર્ણય ઉપર આવવું વધારે પડતું નથી કે–બૌદ્ધ દર્શનકારે પણ જૈન દર્શનની તત્ત્વજ્ઞાનના શાસ્ત્ર તરીકે આડકતરી રીતે કબુલાત આપે છે. ” બુદ્ધ અને મહાવીર નામના જર્મન B૦ લયમેનના પુસ્તકમાંથી પણ જૈનશાસ્ત્ર તત્ત્વજ્ઞાનનું શાસ્ત્ર છે. એવી જાતની સાબિતીઓ મળશે.
સાથે સાથે વૈદિક સાહિત્યની જેમ બૌદ્ધ સાહિત્ય પણ ભારતીય સંસ્કૃતિનું મોટું અંગ છે, અને ઘણું વિજ્ઞાનશાસ્ત્રો તે પણ પુરાં પાડે છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org