________________
વ્યાકરણ રચનાનું શાસ્ત્ર, વ્યાકરણ પરિભાષા શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રકાર આર્ય ચાણકયે પોતાના શાસ્ત્રની રચના શૈલી માટે પાછળ તંત્રયુકિત નામનું પ્રકરણ આપ્યું છે. તેવી જ રીતે આ મહાન ભારતીય તત્ત્વજ્ઞાન શાસ્ત્રની રચના શેલીનું જ્ઞાન આપનાર અલગ અનુયાગદ્વાર સૂત્ર નામે રચનાશિલશાસ્ત્ર છે.
જગતમાં તત્ત્વજ્ઞાનનું કોઇપણ શાસ્ત્ર હોય, તો તે જૈનદર્શનનું સાહિત્ય. છે, તત્વજ્ઞાન તેને પ્રતિપાદ્ય વિષય છે. એમ આપણે અગાઉ સાબિત કરી ચૂકયા છીએ, તેની પરિભાષાઓ, અને પારિભાષિક શબ્દ તથા રચના પ્રકારે વિગેરે એજ દષ્ટિબિંદુથી નક્કી થયા છે. અને તત્ત્વજ્ઞાનના શાસ્ત્રને અનુસરીને આખી વિલક્ષણ રચના શૈલી છે. જે બીજે સંભવિત ન હોય, તે સ્વાભાવિક છે, તેથી બીજી અનેક શૈલિઓથી ટેવાયેલા મગજને સામાન્ય પરિશ્રમથી ન સમજાય તેમ હોવાથી વિચિત્ર લાગે એ સ્વાભાવિક છે. એમ અમે પણ કબૂલ કરીએ છીએ. ]
જગતનું કોઈપણ ધાર્મિક, પ્રજાકીય કે વ્યાવહારિક સાહિત્ય જુઓ. તેમાં એકાદ બે કે તેથી વધારે કેટલાક વિષયનું વિવેચન હશે, ત્યારે જૈન શાસ્ત્રમાં સીધી રીતે કે આડકતરી રીતે, સંક્ષેપથી કે વિસ્તારથી કોઈપણ વિજ્ઞાન શાસ્ત્રને લગતી હકકીતે આપણને મળ્યાજ કરશે. આથી જૈન તત્ત્વજ્ઞાન કેઈપણ તત્ત્વજ્ઞાન સાથે તત્ત્વજ્ઞાન વિષયક પરીક્ષામાં ઉતરવાને કઈપણ કાળે તૈયાર રહી શકે છે. અને દરેકે દરેક પદાર્થોને વિશ્વ ઘટના સાથે સ્થલ કે સૂક્ષમ સંબંધ સમજાવી શકે છે. તે જીજ્ઞાસુ પરીક્ષકને કઈપણ વસ્તુ શ્રદ્ધાથી માની લેવાને ચોકખી ના પાડે છે. હેતુ વાદમાં ઉતરવાને સમર્થ વ્યક્તિને દરેકે દરેક પદાર્થ હેતુવાદથી પણ સમજાવવા તૈયાર રહે છે. પરંતુ હેતુવાદમાં ન ઉતરી શકે તેવાઓને કેટલીક વસ્તુઓ જ માત્ર શ્રદ્ધાથી માની લેવાને કહે છે તથા તેને બરાબર અધિગત કર્યા પછી અચળ શ્રદ્ધાથી ડરવાની પણ ના પાડે છે.
અનેક વિજ્ઞાન શાસ્ત્રના બેધમાં કુશળ, શાંત, જીજ્ઞાસુ, પરિણત સ્વભાવી, સંયમી, પ્રગતિ ઈચ્છ, ગુણજ્ઞ, કૃતજ્ઞ, વૈર્યશીળ,
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org