________________
મળે છે, છતાં તેને ઘણે ભાગ નાશ પામે છે. તે પણ જે ભાગ ઉપલબ્ધ થાય છે, તે નમુનાઓ ઉપરથી પણ તેની વ્યાપકતાની પરીક્ષા કરી શકાય તેમ છે. જૈન દર્શનમાં તત્ત્વજ્ઞાન વિષે પ્રતિપાદન કરવા સાથે જગત્ના કલ્યાણ માટે મહારાજમાર્ગ શોધીને તેમાં જોડયો છે. તે મહામાર્ગે ચાલવું એજ જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય નક્કી કર્યું છે. મહામાર્ગની અભિમુખ રહીને તેમાં ચાલવામાં ન આવે, તે ગમે તેવા તત્ત્વજ્ઞાનના બોધની પણ કિંમત બહુ અંકાતી નથી,
જૈનશાસ્ત્ર કહે છે કે “તત્વજ્ઞાનને સાર–પરિણામ-સવર્તન છે.” સદ્વર્તનની અભિમુખ તત્ત્વજ્ઞાનને જ સમ્યજ્ઞાન કહ્યું છે. જે તેમ ન હોય તો તે તત્ત્વજ્ઞાનને બે ગમે તેટલે હોય, પણ તેને જ્ઞાન, અધિગમ કે અવધ માત્ર જ કહે છે. પરંતુ તેને સમ્યગ જ્ઞાનની કોટિમાં નથી મૂકતા, એટલું જ નહીં, પરંતુ સમ્યગ દર્શનની કોટિમાં વખતે આવી શકે, અને વખતે ન પણ આવી શકે. તેથી સમ્યગજ્ઞાન-તત્ત્વજ્ઞાનને જીવનમાં ઉપગ જણાવવા માટે બાળકથી માંડીને ગમે તેવા સમર્થ જુદા જુદા દરજજાના માનને માટે કર્તવ્યાકર્તવ્યના અનેક આધ્યાત્મિક વિધિ-નિષેધના કાયદાના પુસ્તકની જેમજ ઘણી જ ખૂબીથી ગ્રંથના ગ્રંથ ભર્યા છે. ઉત્સર્ગ, અપવાદે, વિધિ, નિષેધ, વિકલ્પ, અનેક જાતના વ્યવહાર, નિશ્ચય વિગેરે રીતે એવી ખુબીથી શાસ્ત્ર રચનાઓ કરી છે કે–જે જોતાં આશ્ચર્ય આશ્ચર્ય થયા વિના નહીં રહે. શ્રી હરિભદ્રસૂરિ અને શ્રી સિદ્ધસેન દિવાકર જેવા મહાન ઈતર દર્શન તેના સેંદર્ય પર ફિદા થયા હશે ! તે ઉપરથી એ પ્રશ્ન થાય છે કે-જૈન આગમ રચના કઈ અગાધ બુદ્ધિનું ફળ હશે?
[ એટલાજ માટે હું ભારતીય તત્વજ્ઞાનને સંપૂર્ણ–પૂરી થયેલી શોધ કહું છું, અને આધુનિકની શહેને અપૂર્ણ શેધો કહું છું. જ્યાં સુધી તે સંપૂર્ણ શોધાઈ ન રહે, ત્યાં સુધી ભારતીય શિષ્ટ આચાર્યો તેને પોતાની રોયલ સેસાયટીમાં શી રીતે રજીસ્ટર કરે ? તેઓ પોતાને માટે રોયલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org