________________
એ મુશ્કેલી ઉભી થાય. એ રીતે પણ છેલ્લા–પહેલાને ક્રમ ઠરાવી શકાય નહીં. જો કે વિજ્ઞાન શાસ્ત્રમાં ક્રમઠરાવી શકાય, પરંતુ તત્ત્વજ્ઞાનશાસ્ત્રમાં ક્રમ ન ઠરાવી શકાય, એ બરાબર સમજવું.
[ એટલાજ માટે-ગ્રન્થકારને ગ્રન્થ રચવા માટે શબ્દોચ્ચાર તે કરવો જ પડેને ? ત્યારે પહેલા ક્યા શબ્દનો ઉચ્ચાર કરે ? કયા વિષય સાથે સંબંધ ધરાવતો શબ્દ પહેલે ઉચ્ચાર? એ એક જાતને ગુંચવાડો ઉભો થાય છે. વળી, અમુક એક સમયમાં સમગ્ર વિશ્વ કઈ રીતે વર્તે છે? તેનું સંપૂર્ણ પ્રતિબિમ્બ તે મનને પણ અગેચર છે, તે પછી શબ્દને તે શી રીતે ગોચર થઈ શકે છે ત્યારે શું મૌન પકડવું ? એમ કરે તે શાસ્ત્ર અસ્તિત્વમાં શી રીતે આવે ? શાસ્ત્રનું અસ્તિત્વમાં આવવું, એ પણ એક જગદ્દઘટના છે. આ રીતે જગત અવકતવ્ય છતાં, કથંચિત વક્તવ્ય છે, તેટલા પૂરતું સમજાવવા માટે કાંઈક તે માર્ગ લેવો જ જોઈએ. એ ઉદ્દેશથી પહેલું સૂત્ર ઉચ્ચારીને પણ તેમને ભાષ્યમાં કહેવું પડયું કે –“શાસ્ત્રને અનુક્રમ ઠરાવવા માટે આ સૂત્ર ફક્ત ઉદ્દેશમાત્ર છે. ” કારણકે-મેક્ષમાર્ગને ત્રણ સાધને બતાવવા માટે પહેલું સૂત્ર અહીં શા માટે કહેવું ? તે પહેલાં મેક્ષની જીજ્ઞાસા શાંત કરે. મેક્ષનું સ્વરૂપ સમજાવ્યા પહેલાં જ મોક્ષ માર્ગ બતાવો, એ શી રીતે કમસર છે? એટલે ખરી રીતે તો મોક્ષમાર્ગ સમજાવતાં પહેલાં તેને પેટામાં પડેલો મોક્ષ શબ્દ સમજાવવો જોઈએ.
એમ અનેક પ્રશ્નો તેમની સામે ખડા થાય તેમ છે. તે બધાનો જવાબ આપ્યા વિના અમુક એક બાબતને પહેલી, કે છેલ્લી લેવી, તે નિર્ણય મુશ્કેલ જ છે. માત્ર છેવટે કોઈ ઉપાય ન રહેવાથી “ઉદ્દેશ માત્ર આ સૂત્ર ઉચ્ચારીને અમે આ રીતે વિશ્વજ્ઞાન કહેવાની શરૂઆત કરીએ છીએ. અલબત્ત, મેક્ષનું વર્ણન અહીં કરવા બેસીએ, તે તે લાંબું થાય. માટે સાત તત્ત્વના વર્ણન પ્રસંગે છેલ્લે ફળ તરીકે, મેક્ષિતત્વનું વર્ણન કરીશું. એમ કરવાથી સંક્ષેપ થશે. જે તેને અહીં સમજાવીએ તે પણ ક્રમ નહીં સચવાય. માટે તેને છેલ્લે મૂકયું છે. છતાં ખરીરીતે આ ગ્રન્થમાં કોઈ પણ વિષયનો વાસ્તવિક ક્રમ છે જ નહીં. જે વિષયની જ્યાં જરૂર હોય ત્યાં, ગ્રંથના કોઈપણ ભાગમાંથી સમજી
, અને જ્યાં જેવી જરૂર હોય, તેમ તેને ઉપયોગ કરી છે. કારણકે વિશ્વમાં પણ એજ રીતે પદાર્થઘટના છે. ”અમારી સમજ પ્રમાણે આ વસ્તુસ્થિતિને ખ્યાલમાં રાખીને જ ગ્રંથકાર આગળ આવતા સૂત્રના વિષયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org