________________
આધુનિક તત્ત્વજ્ઞાનીઓ પણ એમજ કહે છે કે – “આપણી નજરે જણાતી કોઈ પણ ચીજ, તે તેજ રીતે છે, એમ ચેસ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી કહેવું મુશ્કેલ છે. એમ એક રીતે કહી જ શી રીતે શકાય? તેના નામ, ઉપગ, પરિભાષા, આકાર વિગેરે લગભગ આપણેજ (માનેએ) આપણી સગવડ ખાતર ઠરાવ્યા હોય છે. પરંતુ તેઓ તે કરતાં બીજી રીતે નજ હૈય, તેની શી ખાત્રી? અમુક કોઈપણ વસ્તુનું અમુક જ એક ચોક્કસ વરૂપ છે, એમ કહેવાને હજુ કોઈપણ ચોક્કસ ધેરણ હાથ લાગ્યું નથી. આ
તેઓની એ વાત કેટલેક અંશે ખરી છે, તે ઉપર આપેલા ઘડા વિષેના વિવેચન પરથી વાચક મહાશયે સમજી શકશે.
એ વિચાર–સરણિ કેટલેક અંશે ખરી છે, એમ કહેવાને આશય એ છે કે–તત્ત્વજ્ઞાનની દૃષ્ટિ ઘણું વિશાળ છે, એટલે કે તત્ત્વજ્ઞાનના શાસ્ત્રની વિષય મર્યાદા ઘણી જ વિશાળ છે. કોઈપણ એકાદ વિજ્ઞાનશાસ્ત્રના નિર્ણય કરતાં તે બહુજ આગળ વધે છે, અને સકલ વિજ્ઞાનની દૃષ્ટિથી નિર્ણય લાવવા તે મથે છે. એટલે એક વખત તે, તે શાસ્ત્ર માણસની સામાન્ય બુદ્ધિમાં કોઈપણ પદાર્થને અસ સ્વરૂપમાં મૂકી દે છે.આ અક્કસ રિથતિના સાગરના વમળમાંથી બુદ્ધિને તરીને પાર જવાને કોઈપણ સાધન નથી. એમ ઉપર કહેવામાં આવ્યું છે. તે પ્રમાણે સર્વથા નથી, પરંતુ–માત્ર સ્યાદવાદ સરણિરૂપી હેડી તે તરી જવાનું અપૂર્વ સાધન છે.
સ્યાદવાદ સરણિ કહે છે કે –“કેઈપણ પદાર્થ અમુક એકજ રીતે છે. એમ નથી, એ ખરું. પરંતુ, અમુક એક રીત શિવાયની બીજી પણ જે જે રીતે તે પદાર્થ હોય, તે તે સઘળી રીતેના વિરૂપિનું પ્રતિપાદન તે કરવું જ જોઈશે. ભલે તે માનવશક્તિની મર્યાદા બહાર હય, પરંતુ જેટલું શક્ય હોય તેટલું તો કરવું જ પડશે.
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org