________________
કહેવામાં આવશે કે-“વેદાન્ત દર્શનને અદ્વૈતવાદ ભારતીય તત્ત્વ જ્ઞાન શાસ્ત્ર [ ફિલોસેફ છે.” પરંતુ વેદાન્તર તરફ બહુમાન દૃષ્ટ કરી કહીશું કે–એ પણ વિશ્વનું એક વિજ્ઞાન જ છે, તત્ત્વજ્ઞાન નથી અલબત્ત,અમારા ભારતીય બુદ્ધિશાળી આર્યોની ચમકતી બુદ્ધિનું એ પણ ફળ છે, અને તેટલા પૂરતું અમને તેના પ્રણેતાઓ તરફ યથાયોગ્ય માન છે, પરંતુ તેની યથારથાન ગોઠવણ કરતી વખતે તેનું જ સ્વરૂપ હોય, તે કહેવું જોઈએ. તેમાં પક્ષપાત ન ચાલી શકે.
તે દર્શન કહે છે કે –“ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે” તે બરાબર છે. જગતમાં ભિન્નભિન્ન સ્વરૂપે ભાસતાં અનંત પદાર્થો કેવળ ભિન્નભિન્ન જ નથી. તે દરેકમાં અમુક સમાનતા અને અમુક પ્રકારની એકતા, વ્યાપી રહેલાં છે. તે સકળ ભિન્ન ભિન્ન પદાર્થોની અનેક જાતની ઉથલ પાથલ પાછળ કોઈ એક કુદરતી મહા સત્તા છે. મહાન સામાર્થ છે. અને તે એકજ છે. [૩૫– શ્રીવ્ય-ગુi સવ) મહાન સતની સત્તામાં દરેક પદાર્થો અને તેની ઘટનાઓ પરોવાયેલાં છે. એમ કહીને વિશ્વની ઘટમાળના જુદા જુદા અંકોડા એક જ સાંકળમાં કેવી રીતે સંકળાયેલા છે? જગતનું પૃથક્કરણ તે જોવામાં આવે છે, પરંતુ તેનું એકીકરણ શી રીતે છે? આ વાત ઘણીજ સરસ રીતે અને સચોટતાથી એ દર્શન જીજ્ઞાસુઓને સમજાવીને સંતોષ ઉત્પન્ન કરે છે. અને પિતાની અદ્ભૂત વિચાર સરણિથી ચમત્કાર પમાડે છે.
વિશ્વની સકળ ઘટનાઓમાં ભલે કુદરતી એકજ સત્તા કામ કરતી હોય, અને કરે પણ છે, એ કબૂલ મંજુર છે. જુદા જુદા પદાથેની પાછળ કુદરતી મહા સત્તા કામ કરે છે, કે જેનું નામ બ્રહ્મ રાખવામાં આવ્યું છે, પરંતુ જગતના જુદા જુદા પદાર્થોને ભેદ ભલે ભાસમાન હૈય, પરંતુ ભાસમાન પણ છે તો ખરેને? તેને માટે વૈશેષિક દર્શનને વિશેની વિચાર સરણિ દર્શાવવી પડી છે. ગમે તેટલે વિચાર
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org