________________
તે એ સત્ય વહેલું બહાર આવે છે. પરંતુ ઘણા દાખલાઓમાં એમ બનતું નથી.
જેમ જેમ પરિચયમાં આવતા જાય છે, તેમ તેમ તેઓને જૈનદર્શન ભારતીય સંસ્કૃતિને શણગાર-ભાગ ભાસે છે, ભારતીય બુદ્ધિમાનોએ સંચિત રત્નકેષ-સમાન લાગે છે, ભારતીય પ્રજા જીવનની ચમત્કારિક સંજીવની–ઔષધિ સમજાય છે તેના સંગઠનને અભેદ્ય કિલ્લે દુર્ભેદ્ય જણાય છે, ને છેવટે તેઓની ઉદ્દામમવૃત્તિઓ શાંત થાય છે. જૈનેની આ મોટામાં મોટી સર્વોત્કૃષ્ટ મુંગી સેવા છે.
જયાં સુધી એ બુદી નથી સુઘી હતી ત્યાં સુધી ઉત્થલપાથલ કરવાના અનેક ઉધામા થાય છે, પરંતુ છેવટે શાંત થવું પડે છે, મહાકલ્યાણ માર્ગના જાહેર પ્રથાનમાં નીચી મુંડીએ તાબે થવું પડે છે, તેની પ્રીતિ મેળવવા પ્રયત્ન થાય છે, રાજી રાખવા વચને. અપાય છે, પરરપર સભ્ય સંબંધથી જોડાવું પડે છે. કારણકે-દેશના માતબર પ્રજાજને એ છે, રાજાએ તે માત્ર એ પ્રજાજને સોંપેલું પ્રજાના અનેક ખાતાઓમાંનું માત્ર એક ખાતું સંભાળનાર ભારતીય પ્રજાજનોને એક ભાગ છે. અને તે માત્ર દેશની રાજ્યવ્યવસ્થાનું ખાતું સંભાળવા પૂરતું જ છે. પરદેશી રાજાઓ આવીને રાજાઓને પિતાના પક્ષમાં રાખવા માટે તેને મોટું વરૂપ આપે, એવા કેટલાક હેતુઓથી તેઓ આગળ પડતા જણાય છે. પરંતુ ભારતની એ વાસ્તવિક સ્થિતિ નથી. છતાં બને એકજ હિત સંબંધમાં જોડાયેલા હતા ત્યાં સુધી બરાબર હતું. જેમ જેમ તેમાં અંતર પડતું જાય છે, તેટલું નુકશાન તો છે જ.
ખરેખર, જૈન દર્શનની રચના અને વ્યવહારુ-સંગઠન ભારતીય સંસ્કૃતિનું અભેદ્ય કેન્દ્ર છે, ખરે વખતે તે પિતાની અભેદ્ય વજમયતા યથાશક્તિ સાબિત કરી આપી શકે છે.
૧૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org