________________
જાતની હોય છે. પરંતુ તત્વજ્ઞાન વિચારનારને કોઈને કેઈ વખતે ધર્માચરણ કરવું જ પડશે. ત્યારે જ તેને વિકાસ આગળ વધશે. તેજ રીતે ધર્માચારણ કરનારને પણ કોઈ ને કઈ વખતે તત્ત્વજ્ઞાન વિચારવું પડયું હોય છે. વિચાર્યું હોય છે, કે વિચારવાનું હોય છે. બંને પરસ્પર સંબંધ ધરાવે છે. અંગદગીભાવ સંબંધ છે. માટે બેમાંથી એકથી ન જ ચાલી શકે. બન્નેના મિશ્રણનું પરિણામ ખાસ વિકાસરૂપ છે. છતાં બન્નેના છુટા છુટા જુદી જાતના પરિણામે હોય છે.
તત્ત્વજ્ઞાન વિના ધર્માચારમાં સ્થિર ન થઈ શકાય, ન રહી શકાય. અને ધર્માચારણ વિના વિકાસમાં આગળ વધી ન શકાય. માટે તત્ત્વજ્ઞાન ધર્માચરણમાં ઉપયોગી હોવાથી જ અહીં ઘર્મોની પરીક્ષામાં તેને ખાસ સ્થાન આપવું પડયું છે. ૫. ધર્મપ્રણેતાઓની યેગ્યતા
ભારતીય સાધુ સંતોના ત્યાગ, વૈરાગ્ય, સંયમ, અને નિસ્પૃહતા જગતમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. શ્રી સ્થૂલભદ્ર, વજસ્વામી, પાંચ વર્ષની નાની ઉમ્મરમાં દીક્ષા લેનાર શ્રી હેમચંદ્રસૂરિ, પંદરવર્ષની નાની ઉમ્મરમાં ગીતાપર દશહજાર કલેક પ્રમાણ સ્વતંત્ર વિવેચનમાં અદ્દભૂત કેગ સિદ્ધિઓ લખનાર શ્રી જ્ઞાનદેવ, મીરાંબાઈ નરસિંહ મહેતા, વિગેરે સંતની જોડી ભારતની બહાર મળવી મુશ્કેલ છે, તો પછી ધર્મપ્રણેતાઓની જેડી તે ક્યાંથી જ મળી શકે? આતર ધર્મસંરથાપકના જીવન ચરિત્ર સાથે તુલના કરવા જતાં ભારતીય ષિ મુનિઓ અને ત્યાગી શ્રમણ શ્રેષ્ઠના જ્ઞાન, ત્યાગ, વૈરાગ્ય, નિરપૃહતા, સંયમ વિગેરે ચડી જતાં માલુમ પડે છે. તે પછી ભારતીય ધર્મ સંસ્થાપક વિષે પૂછવું જ શું? બુદ્ધ અને મહાવીરની અજોડ જોડીને પાક ભારતમાં જ થયે છે. તેની પૂર્વના મહાન મહાન ધર્મસંરથાપના જીવન ચરિત્રે પણ એવાં જ ભવ્ય છે. આ વિષયમાં પણ ભારતીય ધર્મો જ વધારે સમર્થધર્મ
૧૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org