________________
ફેલાતી જાય છે, આધુનિક કેળવણુ ખાતાના પ્રચારને આધાર યુરોપની સત્તાની લાગવગના વધારા સાથે સંબંધ ધરાવે છે, નહીં કે-રોધોના ખરા પણ ઉપર આધાર ધરાવે છે, એ ભૂલવું ન જોઈએ. પાઠ્ય પુસ્તકમાં ભારતીય વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનને સ્થાન હોય છે. પણ તેને અભ્યાસ ઉપર ચેટીયો હોય છે, મૂળ આમ્નાય તથા પરંપરા પ્રમાણે નથી હોતો. વળી તેના પહેલાં તો આધુનિક પાઠ્ય પુસ્તકે ઉપરથી તેઓના દષ્ટિબિંદુને પટ બેસી ગયેલ હોય છે.]
આ ઉપરથી એ પણ નિર્ણય થાય છે કે –ભારતની બહારના ગ્રીક વિગેરે દેશના તત્ત્વજ્ઞાને પણ અપૂર્ણ જ હતા. કેમકેતૂહલની શોના પાયાનું મંડાણ તે ગ્રીક વિગેરે લેખકના મૂળ આધાર ઉપર જ માંડવામાં આવ્યું છે. જે તે પૂર્ણ હેત તે આગળ શોધની જરૂરજ ન રહેત. આટલા વર્ષો સુધી સજજડ પ્રયત્નોને પરિણામે શેધ ચાલી, છતાં હજુ તે પણ અપૂર્ણ છે. ત્યારે ભારતીય તત્ત્વજ્ઞાન આજે પણ પૂર્ણ ભાસે છે. એ રીતે ભારતીય વિજ્ઞાન ઉચે નંબરે આવી શકે છે, કે જેણે અહીંના ધર્મોની ઘટનામાં મેટો ભાગ ભજવ્યો છે..
અહીં કેટલાક ભાઈઓ બે શંકાઓ કરે છે – ૧ ધર્મ એ જીવન છે. આચરણ છે, સદ્વર્તનરૂપ છે. જે તેની
જરૂર માણસ જાતના કલ્યાણ માટે હોય છે, તેનું આચરણ કરવું બસ છે. તેમાં લાંબા લાંબા તત્ત્વજ્ઞાનની શી જરૂર છે? ૨ અથવા, ધર્મની શી જરૂર છે? તત્ત્વજ્ઞાન વાંચીશું, વિચારીશું,
મનન કરીશું, એટલે ધર્મ તેમાં આવી જ જાય છે. પછી ધર્મના જુદા જુદા અનુષ્ઠાન કરવાથી શું?
આ બન્ને શંકાઓ ઉત્પન્ન થવાનું કારણ—ધર્મ અને તત્ત્વજ્ઞાનને પરસ્પર શો સંબંધ છે? તે બન્નેની જીવનમાં કેવી રીતે જરૂર છે? અને બન્નેનું જગતમાં તેમજ જીવનમાં શું સ્થાન છે? તેની વારતવિક માહિતીને અભાવ છે. પરંપરના સંબંધ, વાસ્તવિક સ્થાન, અને જરૂરીઆતનું સ્વરૂપ સમજાવવાથી એ બન્ને શંકા આપોઆપ શમી જાય છે.
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org