________________
પાડે છે.આપણી તુલનાને, તેઓના ધર્મનું તલસ્પર્શી જ્ઞાન નહેવાનું કારણ બતાવીને ગમે તે વખતે, ઉપરની યુક્તિથી બિનપાયાદાર ઠરાવી શકે છે. અને સાથે સાથે ભારતના ધર્મોના ઉચાપણા વિષેના આપણું પ્રજાના ખ્યાલમાં સંશય ઉત્પન્ન કરી અશ્રદ્ધા ઉત્પન્ન કરવાની યુક્તિ રચે છે. ધારોકે–ભવિષ્યમાં અહીંના ધર્મોની અમુક પ્રકારે ઉંચા પ્રકારની યોગ્યતા સાબિત થાય, અને તે વાત તેઓને પણ નિર્વિવાદરીતે કબૂલ કરવી પડે તેમ હોય, છતાં–ત્યાં સુધી આપણી પ્રજાના અમુક ભાગની શ્રદ્ધા ડોલાવી નાંખીને જડવાદના જમાનાને પષક થાય તેવા જેટલા લાભ આ દેશ અને આ પ્રજામાંથી ઉઠાવવાના હોય તેટલા ઉઠાવી શકાય. એ દૃષ્ટિ પણ તેઓની જણાતી જાય છે, અને તેટલા ખાતર પણ અક્સ રિથતિમાં મુકી રાખે છે.
નહીંતર તો ઉઘાડું જ છે કે-ધર્મ સંરકરણના તામાં ઉંડા ઉતરી તુલના કરવાથી ભારતીય પ્રધાન ધર્મો જગતના સર્વ ધર્મોને મોખરે ઉભા રહે તેમ છે, એ ખુલે ખુલ્લું જણાઈ આવે તેવું છે. સૂર્ય અને ચંદ્રની તુલના કરવામાં શું અસ્પષ્ટ રહે તેવું છે. બન્નેના લાક્ષણિક સ્વરૂપ ધણાજ રસ્પષ્ટ છે. છતાં સત્ય કબૂલ કરવામાં સંકેચાવું, એ પ્રજાકીય પ્રકૃતિ દોષ લાગે છે, અથવા મેટી સ્વાર્થ વૃત્તિ હેવાને સંભવ છે.
અરે ! કેટલીક વાર તે કેટલાક લેખક-સૂમ અને આપેક્ષિક તો સાથે, સ્કૂલ અને સાદી બુદ્ધિના તની તુલના કરીને ઉપહાસ કરતા–અને કેટલીકવાર પ્રકારાન્તરે છિદ્રો બતાવીને તેને મોટું સ્વરૂપ આપતાં અચકાતા નથી. તેમજ ગેડ પણ સમાન તને પિતાની સંસ્કૃતિની અસર મનાવતા, તથા તેના તરફ આકર્ષણ થાય તે ઊંચો અભિપ્રાય આપતા પણ સંકોચાતા નથી.
એટલે કે હજુ યુરોપીય વિદ્વાનોની તુલના ઉપર પૂરેપૂરે વિશ્વાસ મૂકી શકાય તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ નથી.
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org