________________
છે. પરંતુ જો તે જોર કરીને પેાતાને સ્થાને જઇ પેાતાની તે જાતની લાયકાત મકકમપણે સિદ્ધ કરી આપે કે તુરત અથડામણી બધ પડે છે. કારણ કે એ ભેદ કુદરત માગી રહી છે” એમ સિદ્ધ થતાં જુદા પડવા દેવામાં વાંધા નથી રહેતા. પણ તે સિદ્ધ કરવા માટે અથડામણી ઉપયોગી કસોટી છે.
**
તેવીજ રીતે જુદી પડનારી શાખા ઉંચા ધેારણપર જનારી હાય તે પણ “ એવા ઉંચા સ્થાનપર બરાબર ટકી શકાશે કે કેમ ? આવેશમાં આવીને ઉંચે ચડવા જાય છે, પરંતુ પાછળથી તદ્દન પડી જઇ ઉભય ભ્રષ્ટ તે। નહીં થાયને ? અને તે ભ્રષ્ટતાની ભેગ તેની ભાવિ પ્રશ્ન ન થાય તે સારૂં.” એ લાગણીને વશ થઇને પણ અથડામણી શરૂ થાય છે. તે વખતે, પ્રશાખાને યોગ્ય વ્યક્તિએ ખરેખરી હાય, ને તે પેાતાને સ્થાને બરાબર સ્થિર હાય ત્યારે—કસોટીમાંથી પસાર થતાં અથડામણી બંધ પડે છે.
અથડામણીના પ્રકારમાં—વ્યકિતની સ્વતંત્રતા કબૂલ રાખવામાં આવીજ હાય છે, પરંતુ જેટલી રીતે વ્યકિત બંધારણના ધારહુથી જેટલા જેટલા બધાયલા હેાય તેટલા પુરતુ જ તેના પર દબાણુ લાવવામાં આવે છે. અને મૂળ સ્થિતિમાં કાયમ રાખવા પૂરતું જ દબાણુ લાવવામાં આવે છે. પરંતુ ભેદ કુદરતે કે સ ંજોગોએ માગી લીધેલે છે, એમ ખાત્રી થતાં તેને પ્રશાખા રૂપે રહેવા દે છે, ને વિરાધ
મધ પડે છે.
વળી શાખા કે પ્રશાખા જુદા પડતાં બંધારણ અને વ્યવસ્થા તથા વહીવટની નવી ઉપાધિ ઉભી થાય છે. તેથી “એક જુદું તંત્ર ઉત્પન્ન ન થાય તે સારૂં. અને શક્તિ ન ચાય તે સારૂં, ” આ ભાવના જાણ્યે અજણ્યે પણ વિરોધમાં હોય છે. તથા તે માત્ર આવેશથી નથી કે કેમ ? તેની પણ ખાત્રી થવી જોઇએ. જો આવે
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org