________________
ગંજાવર સાહિત્ય નથી. દરેકે દરેક દર્શન અને શિષ્ટ ગ્રન્થકારોના તે તે વિષને લગતા પ્રત્યેનો સંગ્રહ કરવાથી જુદા જુદા અનેક વિજ્ઞાને વિષે વ્યવસ્થિત સાહિત્ય મળી શકે તેમ છે, અને તેને જ સંગીન અભ્યાસ જગતમાં ચાલે તો, આજે અનેક શો પાછળ વ્યર્થ ખર્ચ થઈ રહ્યા છે, તેને ઘણે ભાગ બચી જાય, અને જગતના માનની વેડફાતી ઘણી શક્તિ સુરક્ષિત રહી શકે.
સર્વ વિજ્ઞાનના સંગ્રહાત્મક–તત્ત્વજ્ઞાન વિષેનું સાહિત્ય પણ એટલું જ સમૃદ્ધ છે. જેના આધારે માનવ માટેની આખી જીવનસરણિ નક્કી કરી શકાય છે, અને જે તે પ્રમાણે જ નક્કી કરવામાં આવેલી છે.
બીજા દેશની પ્રજા પાસે તત્ત્વજ્ઞાન લગભગ નથી, એમ કહીએ તે ચાલે. ગ્રીક ગ્રંથકાર ગમે તેટલા ઉત્તમ લેખકે હોય, પરંતુ ભારતીય પ્રકારના સામર્થ્ય આગળ તેની શક્તિ નજીવી લાગે છે. આજનું યુરેપ આપણા ઘણા ભાઈઓનું તે લેખક તરફ ધ્યાન ખેંચે છે, પરંતુ ભારતીય તત્ત્વજ્ઞાનીઓના સામર્થ્યથી અજાણ વર્ગજ એ વાત ઉપર શ્રદ્ધા રાખી શકે છે.
[ કેટલાક કહે છે કે –“કોઈપણ વિજ્ઞાન હજુ સંપૂર્ણ શોધાયું નથી. અને તત્ત્વજ્ઞાન વિષે પણ એમજ છે.”
એ ભારત શિવાયના દેશની પ્રજાઓ માટે ભલ હોય, ભારત માટે નથી. એ શંકા ઉત્પન્ન કરનાર યુરોપીય વિદ્વાન છે. અને તેઓની એ શંકા સ્વાભાવિક છે. પરંતુ આપણું ઉછરતી પ્રજાના દિલમાં તટસ્થ ભાવ રાખીને કહેલી એ વાત સંશય ઉત્પન્ન કરે છે. એ દષ્ટિબિંદુની અસર તળે આવેલો અહીં કેટલેક વર્ગ સંશયમાં પડી ચૂક પણ છે. તેમાંથી ચૂરેપની પ્રજાઓને લાભ એ મળે છે કે –“બધું અપૂર્ણ જ છે. એ ભાવનાની અસર થતાં, ભારતીય તત્ત્વજ્ઞાનની સંપૂર્ણતા વિષેની સામાન્ય પ્રજાની પરંપરાગત શ્રદ્ધા શિથિલ થતાં, નવી શોધ તરફ તે વર્ગની સહાનુભૂતિ મેળવી શકાય છે. ભારતીય તત્ત્વજ્ઞાનનું માર્મિક હાર્દ સમજનારી વ્યક્તિઓ ઘણી જ ઓછી છે, તે વર્ગની અમુક સહાનુભૂતિ ન મળે,
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org