________________
વર્ષથી આચરણ દ્વારા સિદ્ધ થઈ ચૂકેલું જીવન છોડવું આ પ્રજાને પાલવે તેમ નથી, કેમકે તે એકજ છે. તેમાં જ તેનું શ્રેય છે. તેથી દૃષ્ટાંતમાં સંપૂર્ણ સરખાપણું નથી, અને ન પણ હોય.
આજે આપણે યુવકો અને પ્રજાને કેટલાક વર્ગ નીચેની યુક્તિયુક્ત જણાતી સ્વાર્થી શબ્દજાળમાં ફસાઈ ગયો છે –
“હિંદુસ્થાનમાં જુદા જુદા પ્રદેશો, જુદી જુદી નાત જાત, સમાજના જુદા જુદા રીતરીવાજો અને જુદી જુદી રૂઢિઓ છે. એક બીજાના કેટલાક રીતરીવાજમાં એકતા કે સંવાદીપણું જોવામાં આવતું નથી. અર્થાત તેમાં કઈ તાત્વિક એક્ય નથી, પદ્ધતિસરની વિચાર સરણીમાંથી તે જમ્યા નથી. માત્ર રૂઢિથી ઘડાઈ ગયા છે.”
“પૂર્વકાળના કેટલાક રીતરીવાજો સારા હતા, તે હાલ દાખલ કરવા જોઈએ. અને હાલના કેટલાક રીતરીવાજ સારા નથી, તેને સુધારવા જોઈએ, ને બીજા નવા સારા દાખલ કરવા જોઈએ, જેથી કરીને પ્રજાના સુખમાં વધારો થાય. બાપને કુવે, માટે તેમાં ડૂબી મરવામાં ડહાપણ શું?”
પહેલી દલીલમાં ચાલુ જીવન ઉપર અણગમો ઉત્પન્ન કરવાની યોજનાને સ્થાન છે, અને બીજી દલીલમાં પ્રાચીન તરફ કે નવીન તરફ લલચાવીને ચાલુ છોડાવવાની પેરવી જણાય છે.
અણગમે ઉત્પન્ન થયા પછી જ્યારે કોઈ વ્યક્તિ ચાલું જીવન છોડીને પ્રાચીન પ્રમાણે કરવા જાય, ત્યારે તેનું તો માત્ર યત્કિંચિત અનુકરણજ થઈ શકે, સાંગોપાંગ અમલમાં મૂકવાને તે અશકય છે. એટલે પ્રાચીન માત્ર વાતને આદર્શ માંજ રહી જાય, અમલમાં તો ભળતું જ, તાત્કાલીક સગવડ ભરેલું હોય, તેજ ગોઠવાઈ જાય. આમ સ્થિર જીવનની નૌકા ડામાડોળ થતાં જીવન જળ ડહોળાતાં-તેમાં યુરોપની આધુનિક સંસ્કૃતિ તરતજ પિતાનું સ્થાન જમાવી શકે છે. ઉપરની બને દલીલો વાસ્તવિક સત્યનું દર્શન કરાવવા
જાયેલી હોય, તેમ જણાતી નથી. પરંતુ કુનેહભરી વ્યાપારી જાહેર ખબરના રૂપમાં હોય, તેમ જણાય છે. જે અોનો બુદ્ધિભેદ કરી શકે.
તેથી તાત્કાલીક સગવડે ગમે તેટલી હોય, તે પણ આખરે ઉછીની લીધેલી જ વસ્તુઓ છે, અને તેની ભારેભાર પ્રજાજીવનના કિંમતીમાં કિંમતી તને ભાગ અપાયેલો હોય છે. ઉછીની લીધેલી ચીજ પાછી આપ્યા પછી પ્રજો બનેથી વંચિત થાય તેમાં શી નવાઇ છે ? કલીના બદલામાં લાડવો, ને તે માટીનું રમકડું આપીને પાછો લઈ લઈએ,
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org