________________
મુશ્કેલ છે. એ જગતનું નૂર છે, જગતની પવિત્ર મિલકત છે, અને એ આદર્શ ભાગની રક્ષા કરી રાખવી એ જગતની ફરજ છે.
આર્ય સ્ત્રી પુરુષો ત્યાગ, સંયમ, સાદાઈ પરોપકાર, શાખ, પવિત્રતા વિગેરે માટે પ્રાચીન કાળથી જ પ્રસિદ્ધ છે. હજુ પણ એવા કુટુંબ અવશિષ્ટ છે કે જેમાં ઉચ્ચ પ્રકારના સંકારિ જીવનના ઘણાં તત્ત્વો મળી શકે છે. જ્યારે બીજા દેશમાં એટલી હદ સુધીના સંસ્કાર માને હશે કે કેમ? અને હશે તે તેની સંખ્યા બજ નાની મળવાની, ત્યારે અહીં તેની મોટી સંખ્યા અને મોટા સમૂહે મળી શકશે. - આર્ય સ્ત્રીઓને એક ભાગ હજુ એ છે કે તેની પવિત્રતાની બરાબરી કરી શકે તેવી જગતના પૃષ્ઠ પર કઈ પણ દેશની સ્ત્રી જાત નથી.
ભારતીય ત્યાગી વર્ગની જીવન ચર્યા તે પ્રજાજનો કરતાં પણ ઘણું જ ચડી જાય છે. ત્યાગી વર્ગ એટલે ભારતીય ઉચ્ચ પ્રતિની જીવનચર્યા અને સંરકારોને એક અનુપમ નમુને. ભલે ત્યાગીઓની સંરથા પ્રજાજન કરતાં જુદી દેખાય છે, પરંતુ આખી આર્ય પ્રજાની પ્રતીક રૂપ એ સંસ્થા છે. એ સંસ્થાના પવિત્ર અંશે ઉપરથી આર્યપ્રજામાંના પવિત્ર અંશેનું માપ કરી શકાય છે. તે સંસ્થામાં અન્યત્ર અલભ્ય અમુક ઉચ્ચ અંશે તે હજુ પણ ચોક્કસ છે જ.
“મહાશય! ભારતીય આર્ય પ્રજાના પ્રાચીનકાળના જીવન વિષે ગમે તેમ કહે, તે કબૂલ કરવા તૈયાર છીએ, પરંતુ આધુનિક જીવન વિષે તમારે મત ગ્રાહ્ય થઈ શકે તેમ નથી. ક્યાં એ વખતનું ભવ્યજીવન ? અને ક્યાં આજનું છિન્નભિન્ન જીવન ? આકાશ પાતાળ જેટલું અંતર ! એ જીવન કેણ જાણે કયાં ચાલ્યું ગયું ? અને તેને બદલે હાલનું આજીવન કોણ જાણે ક્યાંથી આવ્યું ?” અમે ભારતીય આર્યોને જીવનની હાલની શ્રેષ્ઠતા વર્ણવીએ છીએ, તે આધુનિક કાળના બીજા દેશે અને તેની પ્રજાઓના જીવનની અપેક્ષાએ વર્ણવીએ છીએ. પ્રાચીનકાળના ભારતીય આર્યોના સર્વશ્રેષ્ઠ જીવનની
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org