________________
આ પરીક્ષા કરતાં પહેલાં કુશળ પરીક્ષક થવા ઇચ્છનારે–સારાસારનું જ્ઞાન કરી, તેને વિભાગ કરવાની શક્તિ કેળવવી પડશે, કોઈ પણ જાતની પક્ષબુદ્ધિમાં દેરવાયા વિના અસાધારણ સમતલપણું જાળવવાની સાવચેતી રાખવી પડશે. સંસ્કૃતિ વિષે કંઈકા
માનવ પ્રજા પિતાની સગવડને માટે જીવનની જુદી જુદી જરૂરીઆત વિષે પૂર્વાપરને વિચાર કરી, બુદ્ધિપૂર્વક જે એક જાતની એવી ગોઠવણ ગોઠવી કાઢે છે, કે જેથી કરીને સુખમય, આનંદમય, પરિણામે–ભવિષ્યમાં પણ લાભમય જેમ બને તેમ વિને અને અગવડો વગરનું વ્યવસ્થિત જીવન ગાળી શકાય, તેવી ગોઠવણને સંસ્કૃતિ કહે છે.
સંસ્કૃતિમાં જીવનની ખાસ જરૂરીઆતોને એવી સુઘટિત રીતે ગોઠવેલી હેય છે કે-બનતા સુધી માનવજીવન જેમ બને તેમાં આનંદમય અને સમતલપણે પસાર થાય છે, માનવ નિર્ભય અને નિઃશંક રહી શકે છે.
સંસ્કૃતિના મુખ્ય અંગો-સમાજ વ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, ધંધાઓ, લગ્ન વ્યવસ્થા, અનુકૂળ વસવાટની યોજનાઓ, કુટુંબવ્યવસ્થા નીતિમય જીવન,ઉત્તમ આરોગ્યમય શરીર અને દીર્ધાયુષ્યતા, આધ્યાત્મિક જીવન અને ધાર્મિક જીવન વિગેરે વિગેરે હેય છે. | તીર્થકર, આચાર્ય, કુલકર, સમ્રા ,જગશેઠ, પુરહિત, શિલ્પ શાસ્ત્રી, ભિષવર, કુલગુરુ, બ્રાહ્મણ, ઋષિ, કલાચાર્ય, સેનાપતિ, ત્યાગી મહાત્મા કુલપતિ, પયગંબર વિગેરે, સંસ્કૃતિની જુદી જુદી મુખ્ય સંસ્થાઓના સંચાલક અને જવાબદાર માન્ય અમલદારે હોય છે.
ઉપર જણાવેલા મુખ્ય અંગેના હજારે ભેદે અને પેટાદે તથા
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org