________________
કાળાન્તરે જનસમાજના કેટલાક ભાગની રુચિમાં ભેદ થતાં પિતાને માફક આવે તેવું એકઠું અનાયાસે તેનું માનસ માગે છે, તે માંગણી કદાચ ચાલુ પ્રથા કરતાં ઉતરતી હોય છે, અથવા કોઈ વખત ચડીયાતી હોય છે. એમ બન્ને જાતની લેક રુચિનું અમુક જાતનું ચેકસ વલણ તે તે જાતનો પેટા ભેદ માગી લે છે, એટલે કે તેટલી વ્યકિતઓને એ જાતની ગોઠવણ પૂર્વક મહાધર્મ માફક આવે તેમ હોય છે, માટે તેઓનું વલણએ જાતની ગોઠવણ કરવા તરફ થવાથી મહાધર્મની જ એક શાખા પ્રશાખા નવી ઉઘડે છે. ખૂબી એ છે કે – એ માર્ગ લઈને પણ તે વર્ગ ધર્મને વળગી રહે છે, ધર્મ છોડી દેવામાં આવતું નથી, ત્યાં સુધી એ પણ મહાધર્મની જ સેવા છે, અને તે કુદરતી રુચિ ભેદમાંથીજ ઉત્પન્ન થાય છે, તેથી તે પણ મહાધર્મને જ એક પ્રકાર છે. અને તેવા સચિભેદદ્વારા પણ મહાધર્મજ સેવાય છે, તે પ્રસંગે અથડામણી થવાના કારણે નીચે પ્રમાણે હોય છે –
૧ ચાલું મુખ્ય શાખામાં રહેલી સર્વ વ્યકિતઓને લાગુ પડે તેવું ધરણ સામાન્ય રીતે મુખ્ય શાખાનું હોય છે. વખત જતાં કેટલીક વ્યકિતઓની રુચિભેદ થવાથી કાંઈક ફેરફારવાળું ધોરણ તેઓને પસંદ પડે છે, તે વખતે તેઓ પિતાને માફકનું ધોરણ દાખલ કરવા પ્રયત્ન કરે છે, ત્યારે ચાલુ વર્ગ મૂળ ધોરણ કાયમ રાખવા પ્રયત્ન કરે છે. તેથી બનેમાં જે ખરેખર હોય તે જ ટકી રહી શકે છે, એટલે કે પરિણામે ચાલુ શાખા એકજ રહે છે, અથવા બીજી પ્રશાખા થઈ જાય છે. જે પ્રવાહની જેવી પ્રબળતા, તેવું પરિણામ આવે છે.
તે વખતે જે જુદી પડનારી પ્રશાખા ઉતરતા ધોરણ પર જતી હોય, તે તે “ઉતરતા ધરણ પર ન જાય તો સારું, તેની ભાવિ પ્રજા પણ એ પ્રવાહમાં જઈ ઉંચા લાભથી વંચિત રહેશે. ” એ આશયથી તેને મૂળ સ્થિતિ પર ટકાવવા પ્રયત્ન કરતી વખતે અથડામણ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org