________________
ચિત્રાઈ રહે છે, પિતાનું સ્વરૂપ ટકાવી રહે છે. તેમાંથી જરૂરીઆત પ્રમાણે નવા ફાંટા-પટા ફાંટા નીકળે, તે પણ કશી અડચણ નથી. તે કૃત્રિમ રીતે નીકળેલા ન હોવા જોઈએ, કઈ તરંગીના તરંગનું પરિણામ ન હેવું જોઈએ, તેમાં બ્રિમિત કે કૃત્રિમ હેતુઓ ન હોવા જોઈએ. આ શરત પેટા ભેદ પડતાં સચવાય છે કે નહી? તેની ચકાસણી પણ કઈ વખતે અથડામણીનું કારણ હોય છે.
કુદરતી રીતે માનવ સ્વભાવની વિચિત્રતા અમુક સ્વરૂપ ધારણ કરતી હોય છે, તે એકાએક કેમ બદલી શકાય? જગતમાં એકજ ધર્મ કરો અને તે કૃત્રિમ પ્રયત્નોથી? એ કેમ બની શકે? કદાચ એકાએક એ બિન જરૂરી ઉત્થલ પાથલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો કાંઈક વધારે જેદાર બીજું કઈ પણ નુકશાન માનવ સમૂહને થયા વિના ન જ રહે. મારી મચડીને એક ધર્મ કર્યા પછી પણ પાછો માનવ સ્વભાવ તે ઉભેજ છે. એ વિવિધતા ધારણ કર્યા વિના રહેશેકે? જયારે તે વિવિધતા ધારણ કરવા માંડશે ત્યારે તે વખતે વિવિધતા ધારણ કરતાં વધારે પડતા ભેદ નહીં થાય, તેની શી ખાત્રી? જગતમાં એક જ ધર્મ રહે અને બીજા બધાને લેપ કરી દે, એ વાત સાંભળતાં પ્રથમદર્શને મીઠી લાગે તેવી છે, પરંતુ માનવ સ્વભાવ કદી એવો થાય જ નહીં. એકના લેપમાં બીજા ઉભા કરવાંજ પડે. આજે આપણે જોઈએ છીએ કે ધર્મની એકતા કરનારા એક જ ભેદ ઉભો કરી બેસે છે.
કઈ ધર્મમાં ત્રણ કે ચારજ શાખાઓ હોય છે, તે સર્વને એક કરવાના ઉદ્દેશથી એવા કૃત્રિમ પ્રયત્ન કરવામાં આવે છે કે–તેમાં કેટલાક ભળે છે, અને મૂળમાં અમુક ચુસ્તવર્ગ તે હેયજ છે, પરિણામે ત્રણને બદલે ચાર કે પાંચ ને બદલે છ ભેદ પડી જાય છે. આમાં ધર્મની એકતા ક્યાં છુપાઈ છે? તે સમજવા જેવું છે. એટલે એક તે કદી નજ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org