________________
ગિક ફેરફાર સાથે માનવને રાખી મૂકે છે. અને કદાચ કુદરતી રીતે જ બધું ફરી જાય, તે તેઓ ભલે પિતાને માફકના કઈ જુદા જ દરજજાના ધર્મમાં દાખલ થાય, તેની સામે વાંધો પણ નથી, પરંતુ તે કુદરતી રીતે જ થવું જોઈએ, કૃત્રિમ રીતે તો નહીં જ.
માનવ રવભાવાદિને લઈ જુદા જુદા સ્વરૂપે ગોઠવાયેલા જુદા જુદા ધર્મોમાં રહેલા માનવ પિતપોતાના દરજજાની અપેક્ષાએ કાંઈને કાંઈ વિકાસ કરે જ છે, એ સ્વાભાવિક છે. સ્વાભાવિક રીતે જ તેના ચડતા ઉતરતા દરજજા છે, અને સ્વાભાવિક રીતે જ વ્યકિતઓ કે સમૂહ તેમાં ગોઠવાઈ ગયા છે, તે જ છે, તેમાં કૃત્રિમ પ્રયત્ન વિકાસરોધક હોઈ અગ્ય છે. આ જન્મમાં જેમ ગોઠવાઈ ગયાં છે, તેમજ જન્માન્તરમાં પ્રાયઃ તેજ જાતની સામગ્રીમાં તે જઈ ઉત્પન્ન થાય છે, એ પણ એટલું જ સ્વાભાવિક છે, તે પછી ઉત્તરોત્તર વિકાસ પામી નજીક નજીકના દરજજા પરચડે છે, એ પણ સ્વાભાવિક જ છે. છેલ્લા ત્રણેય પ્રકરણોને સામાન્ય સાર એ છે કે –
તત્ત્વજ્ઞાન વિગેરેને લગતી મતભેદોની ચર્ચાઓ ધાર્મિક લડાઈઓ નથી. જુદા જુદા ધર્મો મહાવિકાસ રૂપ સીડીના જુદા જુદા પગથિયાં છે. તે તે નિર્દભી સરળ ધર્મ સ્થાપકેની મુખ્ય દૃષ્ટિ વિકાસક્રમના અમુક પગથિયા પર રહેલા જનસમાજને ઉચે ચડાવવાની જ હોય છે. પોતાની આજુબાજુના સંજોગો પ્રમાણે અમુક હદ સુધી ચડી શકાય તેવી લેજના ગોઠવી આપે છે, તે ધર્મ. અને તેથી જ તેઓ તે વર્ગમાં મનાય છે, પૂજાય છે, અને પ્રેરક ગણાય છે. | કઈ વખતે ઉતરતા દરજજાની શાખા કાઢી આપનાર પણ એવી જ જાતના જનસમાજ માટે એક જાતની સગવડ કરી આપી ઉપકારજ કરે છે. એ રીતે પણ ધર્મ તંત્રમાં અમુક રીતે માનવવર્ગ ગોઠવાઈ રહે છે, સ્વછંદમાં ભળી શકતું નથી. અને એ દરેક ઘટનામાં પણ કુદરતજ મુખ્ય ભાગ ભજવે છે.
૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org