________________
હવે ધારો કે તેઓ પરસ્પરની ભૂલે નભાવી લઈ, એમને એમ વહીવટી ગોટાળે દબાવીજ રાખે, તે “તેઓ તે મુખ્ય સંસ્થાને નુકશાન કરે છે. એમ કહેવામાં તમે અચકાઓ ખરા કે શું? એ રીતે ગોટાળે રાખી મૂકી શાંત રહેનારા રાજયકર્મચારિઓ મુખ્ય સંરથાને ગુન્હ નથી કરતા? શાંત સમજુતીથી પતાવટ કરીને કે છેવટે લડીને પણ વહીવટની ચેખવટ રાખે, તે જ તે બન્નેએ મુખ્ય સંસ્થાની સેવા કરી ગણાય. એ નિર્ણય પર નથી આવવું પડતું?
લડાઈ, મત-મતાન્તરે કે ભેદ-પ્રભેદે માત્રથી મૂળ વ્યાપક વસ્તુને ધકકો જ પહેચે છે, એ એક તરફી માન્યતામાંથી જ ઉપરની શંકા જન્મે છે.
ધારો કે –ધાર્મિક લડાઈઓએ જનસમાજને નુકશાન કર્યું છે. પરંતુ, તેણે કેટલું નુકશાન કર્યું છે? તમે કહેશો કે “પારાવાર નુકશાન કર્યું છે.” એજ ન્યાયથી કબૂલ રાખીશું કે, “હા, પારાવાર નુકશાન કર્યું છે. હવે અમારો બીજો પ્રશ્ન એ છે કે –“ધર્મ માનવસમાજનું કાંઇ ભલું કર્યું છે કે નહીં ? ને તે કેટલું કર્યું છે? તેને વિકાસના માર્ગની નજીક કેટલે પહોંચાડ્યું છે? તેનું પાકું સરવૈયું તમારી પાસે છે ? માનવમાનવના દિલમાં જુદે જુદે સ્વરૂપે વાસ કરીને ધમેં તેને પતનમાંથી કેટલે બચાવે છે?” તે બચાવવામાં તેની ક્ષણેક્ષણની સેવા, અને મદદને સરવાળો કરે; અને આજ સુધીના આટલા કાળ સાથે તેને ગુણાકાર કરો. એમ કરતાં તેની સેવાને જે મેટે આંકડો તમારી સામે એકઠા થાય, તેની સાથે નુકશાનીને આંકડો ઘટાવી જુવે. જે નુકશાન વધે તે ધર્મો ફેંકી દેવા, ને ઘટે, તે રાખવા. એ ચો નિર્ણય તરી આવે છે.
અત્યારને માનવસમાજ આદર્શ સ્થિતિમાં ન હોવાનું જો કે કભૂલ કરી લઈએ છીએ તેનું કારણ પતનના સંજોગના વેગ બંધ ઘસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org