________________
જે એ સઘળા એકજ મહાધર્મની શાખાઓ હેય, તે પરસ્પર લડે શા માટે?
વિનાકારણ લડવાની જરૂર નજ હૈય, ને કોઈ લડે પણ નહીં. ખાસ કારણ વિના કદાચ કોઈ પ્રસંગોમાં લડવામાં આવ્યું હોય, એમ જણાયું હોય, ત્યાં લડનારી વ્યક્તિઓની સમજણ કે નૈતિક નિર્બન ળતાને દેષ હેવાને સંભવ છે. લડાઈમાં ધર્મના ભેદ ખાસ પ્રેરક હૈવાનો સંભવ નથી.છતાં શાખાઓ અને પેટાશાખાઓ પિતપિતાની મર્યાદાઓ ખાતર ખાસ પ્રસંગે કદાચ લડે, તેમાં વધે લેવા જેવું શું છે?
સુરત જીલ્લા અને ભસ્થ જીલ્લાના કલેકટરની ઓફિસે ખરી રીતે એકજ રાજય સરથાની પેટા સંસ્થાઓ છે. બન્નેની લાભ હાનિની અસર મુખ્ય સંસ્થા પર થવાની છે, એ દેખીતું જ છે છતાં પોતપોતાના વહીવટ પુરતા દરેક સ્વતંત્ર છે, તેમાં પરસ્પર વાંધો પડે, કે એક બીજાની મિલ્કતો એકબીજાની ઓફીસમાં ઉલટા સુલટી જમે ઉધાર થઈ ગઈ હોય, ત્યારે પરસ્પર ચોખવટ કરવા લડે, તેજ રીતે, પિલીસખાતું, પોસ્ટ ખાતાપર, કેપિટખાતું રેલ્વે કંપનીપર, સાદી રીતે નિકાલ ન આવતો હોય, તે નુકશાનીને દાવો માંડી કેટે ચડે, કે ઉપરી અમલદાર પાસે ફરિયાદ લઈ જાય, તેમાં તેઓ શું ખોટું કરે છે? એક જ સત્તા નીચે હોવા છતાં અમુક પ્રાંતને અમુક પ્રદેશ સાથેજ રાખો અને અમુક પ્રાંતને અમુક પ્રદેશથી જુદો પાડે, એ બાબતમાં પણ બંગભંગ વિગેરે પ્રસંગની હીલચાલે આપણાથી કયાં અજાણી છે? વહીવટી વ્યવસ્થા વધે ન પડે તેવી હેવી જોઈએ, છતાં દરેક બાબતમાં એવી વ્યવસ્થા પહેલેથી જ થઈ જાય, એવી આશા શી રીતે રાખી શકાય? જ્યારે કેઇને કઈ બાબતમાં કોઈને કોઈ પ્રસંગે તે અથડામણી ઉભી થઈ જવાનો સંભવ રહે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org