________________
મન અને સંયમની શક્તિમાં નબળાઈ આવતી જાય છે, છતાં સ્ત્રીઓ સ્વતંત્ર થાય છે, એવી માન્યતા વધતી જાય છે, એ પણ એક આશ્ચર્યકારક બિના છે. - સાદું જીવનગાળી માત્ર નાતજાતના અને ધાર્મિક પ્રસંગોમાં ખચ કરનારાઓને ખર્ચ ટુંકા કરવાનું કહેનારા મોજ-શેખ, કપડા-લતા, અને એવી બીજી અનેક ટાપટીપમાં બેધમાર ખર્ચને પ્રવાહ, વહેવડાવે છે. એકંદર કોના જીવન વધારે ખર્ચાળ છે? તે તપાસ !
ભાટ, ચારણે, ભાંડ, ભવૈયા, અને ભટ્ટ, બ્રાહ્મણોને ઠેકાણે સાચા ખોટા સમાચારો ફેલાવનારા અને કૃત્રિમ ઉશ્કેરણી કરનારા છાપાંઓ વધતાં જાય છે, પુરાણોની સામાન્ય જનસમાજની રૂચિ સંતોષક સંભવિત-અસંભવિત કથાઓને બદલે દુર્ગાચ્છનીય કેટલીયે નાવેલ અને નાની મોટી કલ્પિત વાર્તાઓને વરસાદ વધી રહ્યા છે. નાટક, સીનેમા પાછળ પ્રજાને અસાધારણ ખર્ચ છે. સ્વર્ગની લાલચ અને નરકની બીક દેખાડનારા માંગણને બદલે, ઉન્નતિ અને સ્વરાજયની લાલચ દેખાડી સંસ્થાઓના ફંડ માટે રીતસર માંગનારાઓને ક્યાં તો છે. તેમજ ગામડાઓમાં શાક, ઘી, દૂધ અને એવી બીજી ચીજો સત્તા અને અધિકારના જોરથી માગનારા કેળવાયેલા માંગણું ક્યાં ઓચ્છા છે? રાજાઓ બ્રહ્મ ભેજનમાં કે એવા કામોમાં ખર્ચ કરતા હતા, તેને બદલે મોટા પગારના સેંકડો નાના મોટા અમલદારોના પાલણપોષણ માટે વ્યવસ્થાને નામે મોટાં બ્રહ્મભોજને ચેઈટો પર દેવાં કરીને પણ ક્યાં નથી ચલાવવાં પડતાં?નાતોની પંચાયતો અને મહાજનની પંચાયોના લાંબા લાંબા ઝગડાઓને સ્થાને કેર્ટોમાંના વર્ષોના વર્ષો ચાલતા કેસની તે ગણત્રી કરી લો. હજુરીઆ, ખુશામતખો, અને પક્કા માણસો જે એક રીતે રળી ખાતા હતા, તેને બદલે વકીલે સેલીસીટર અને બેરીસ્ટરોની સંખ્યા અને ધંધાની સરખામણી તે એકવાર કરો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org